પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ શોધી રહ્યા છે નવું ઘર, આટલું છે બજેટ

Updated: Aug 07, 2019, 17:42 IST | મુંબઈ ડેસ્ક

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસ લૉસ એન્જેલિસમાં નવા ઘરની શોધ કરી રહ્યા છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ લોકોના મનગમતાં કપલમાંના એક છે. બન્નેની તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે, જેમાં તે ક્યારેક ડાન્સ કરતાં તો ક્યારેક રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. તાજેતરમાં જ આવેલા મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ લૉસ એન્જેલસમાં નવા ઘરની શોધ કરી રહ્યા છે. આ નવા ઘર માટે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનું બજેટ લગભગ બે કરોડ ડૉલર એટલે કે 1.40 અરબ રૂપિયા છે.

 
 
 
View this post on Instagram

It’s in the air.. ❤️

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onJun 27, 2019 at 1:52pm PDT

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસ લૉસ એન્જેલિસના બેવર્લી હિલ્સ પાસે પોતાનું નવું ઘર શોધી રહ્યા છે. પોતાના નવા ઘર માટે બન્નેએ લગભગ 2 કરોડ ડૉલર એટલે કે 140 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે. 2 કરોડ ડૉલરમાં 65 લાખ ડૉલર તેમણે બેવર્લી હિલ્સ પાસેના પોતાના ઘરને વેચીને ભેગા કર્યા.

 
 
 
View this post on Instagram

That kinda day.. 😍❤️💋😊💏#husbandappreciation

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onJun 18, 2019 at 7:30pm PDT

મીડિયામાં રિપોર્ટ્સ પ્રમાણે નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાનું પહેલું ઘર લગભગ 4,129 સ્ક્વેર ફૂટનું હતું. જો કે, બન્ને હવે લૉસ એન્જેલિસના બેલ વિસ્તાર અને બેવર્લી હિલ્સ પાસે નવું ઘર શોધી રહ્યા છે.

આ પણ વાંચો : જાણો સુહાના ખાન અને જાન્હવી કપૂરની બેલી ડાન્સ ટ્રેનર વિશે આ ખાસ બાબતો

વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા 11 ઑક્ટોબરે પોતાની ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિન્ક'માં દેખાશે. મહત્વની વાત એ છે કે તેની અપકમિંગ ફિલ્મને ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર માટે પસંદ કરાઇ છે. આ ફિલ્મમાં તેની સાથે બોલીવુડ અભિનેતા ફરહાન અખ્તર અને અભિનેત્રી ઝાયરા વસીમ પણ જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK