કંઈક આ રીતે મસ્તી કરતા દેખાયા પ્રિયંકા ચોપરા અને કરીના કપૂર, જુઓ વીડિયો

Published: Sep 26, 2019, 12:18 IST | મુંબઈ

બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંકના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રિયંકા ચોપરા ફિલ્મ પ્રમોશન માટે જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી રહી છે.

Image Courtesy: Priyanka Chopra instagram
Image Courtesy: Priyanka Chopra instagram

બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંકના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રિયંકા ચોપરા ફિલ્મ પ્રમોશન માટે જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી રહી છે. ટૂંક સમયમાં જ પ્રિયંકા ચોપરા ડાન્સ રિયાલિટી શૉ 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'માં દેખાશે. આ શોના શૂટિંગ દરમિયાન પ્રિયંકા ચોપરા અને કરીના કપૂર હળવા અંદાજમાં મસ્તી કરતા દેખાયા હતા. આ એપિસોડમાં બંને સાથે ડાન્સ કરતા પણ દેખાશે.

આમ તો ડાન્સ ઈન્ડિયા ડાન્સ આ વીક એન્ડમાં પુરો થવાનો છે, પરુંત ફાઈનલ એપિસોડ ખૂબ જ એક્સાઈટિંગ થવાનો છે. સાથે જ પ્રિયંકા ચોપરાની હાજરીને કારણે આ એપિસોડ ખાસ છે. આ શોના સ્ટેજના ઘણા ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર આવી ચૂક્યા છે. જેમાં પ્રિયંકા ચોપરા, કરીના કપૂર સાથે મસ્તી કરતા દેખાઈ રહી છે. ખુદ પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે.

આ વીડિયોમાં દેખાય છે કે પ્રિયંકા અને કરીના એકબીજાની સામે બેઠા છે અને બંને એકબીજાને કિસ કરવાના અંદાજમાં નજીક આવે છે. આ એક બૂમરેંગ વીડિયો છે, જે સતત ચાલ્યા જ કરે છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા અને કરીના કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે, અને બંને સોફા પર બેઠા બેઠા મસ્તી કરે છે. પ્રિયંકા ચોપરાએ વીડિયો શૅર કરીને ડાન્સ ઈન્ડિયા ડાન્સના સેટ પર થયેલી મસ્તીની વાત કરી છે.

આ પણ વાંચોઃ રાહુલ રોયથી દીપિકા કક્કર સુધી, જાણો બિગ બોસના વિનર્સ હાલ ક્યાં છે ?

આ એપિસોડમાં પ્રિયંકા ચોપરાની સાથે ફરહાન અખ્તર પણ દેખાશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંકમાં ફરહાન અખ્તર પણ પ્રિયંકાની સાથે લીડ રોલમાં છે. આ એપિસોડના શૂટિંગ દરમિયાન બેબો બલૂન સ્લીવ્ઝમાં પાઉડર પિંક કલરના ગાઉન અને સુંદર નેક્સેસમાં દેખાશે, તો પ્રિયંકા ચોપરા સૂટ સ્ટાઈલ ડ્રેસ અને ગોલ્ડન હિલ્સમાં દેખાશે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK