Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > The Sky Pink: રોમાન્સ કરતાં જોવા મળ્યા પ્રિયંકા અને ફરહાન, જુઓ વીડિયો

The Sky Pink: રોમાન્સ કરતાં જોવા મળ્યા પ્રિયંકા અને ફરહાન, જુઓ વીડિયો

07 October, 2019 06:39 PM IST | મુંબઈ ડેસ્ક

The Sky Pink: રોમાન્સ કરતાં જોવા મળ્યા પ્રિયંકા અને ફરહાન, જુઓ વીડિયો

પ્રિયંકા ચોપરા સાથે ફરહાન અખ્તર

પ્રિયંકા ચોપરા સાથે ફરહાન અખ્તર


બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અભિનેતા ફરહાન અખ્તર અપકમિંગ ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિન્કના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મનું ટ્રેલર અને કેટલાક પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યા છે. ફિલ્મ પ્રમોશન વચ્ચે તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર શૅર થઈ રહ્યો છે, જેને ફિલ્મ ધ સ્કાઇ ઈઝ પિન્કનો છે એવું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર રોમાન્સ કરતાં જોવા મળે છે.

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવ્યો છે, જેની માટે કહેવાય છે કે આ ફિલ્મનો નવો પ્રોમો છે. જોકે આ વીડિયોને ફિલ્મ સાથે જોડાયેલા કોઇપણ વ્યક્તિએ શૅર કર્યો નથી. તો બીજી તરફ કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ફિલ્મનો છે, જેમાં પ્રિયંકા અને ફરહાન અખ્તર દેખાય છે. વીડિયોમાં જોવા મળે છે કે બન્ને બેડરૂમમાં એક બેડ પર સૂતાં છે અને રોમાન્સ કરી રહ્યા છે. તો સીનની ક્લિપ જોઈને લાગે છે કે આ એ ઇન્ટિમેટ સીનના શૂટિંગ દરમિયાનનો વીડિયો છે.



તો વીડિયોમાં પ્રિયંકા રોમાન્સ દરમિયાન મોગલીનું જાણીતું ગીત જંગલ જંગલ બાત ચલી હે ગીત ગાતી જોવા મળે છે. આ ફની અંદાજમાં પણ રજૂ કરવામાં આવ્યું છે, કારણકે જ્યારે કપલ બેડ પર હોય છે ત્યારે પ્રિયંકા હસે છે, કારણકે ફરહાને અયોગ્ય ઇનરવેર્સ પહેર્યા છે. હવે સોશિયલ મીડિયા પર આ વીડિયોને સારી પ્રતિક્રિયાઓ મળી રહી છે અને લોકો તેના પર કોમેન્ટ્સ કરવાની સાથે સાથે તેને લાઇક પણ કરી રહ્યા છે.



આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

જણાવીએ કે ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિન્ક 11 ઑક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મ આયશા ચૌધરી નામની યંગ મોટિવેશનલ સ્પીકરની સ્ટોરી પર આધારિત છે, જેને પલ્મનરી ફાઇબ્રોસિસ નામની બીમારી હતી. પ્રિયંકા અને ફરહાન, આયશાના માતા પિતાનું પાત્ર ભજવી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

07 October, 2019 06:39 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK