ગુજરાતી સિંગર આદિત્ય ગઢવીના ગીત પર થીરક્યા અદિતી રાવલ અને પ્રિયંકા ચોપરા

Updated: Oct 12, 2019, 13:18 IST | Adhirajsinh Jadeja | Ahmedabad

પ્રિયંકા ચોપરા અને રોહિત શરાફ અમદાવાદના ખેલૈયાઓ સાથે ગરબાનો આનંદ માળ્યો હતો. ગરબામાં ગુજરાતના જાણીતા સિંગર આદિત્ય ગઢવી (Aditya Gadhvi) ના સુંદર અવાજ પર ગુજરાતની સોશિયલ મીડિયા ક્વિન અદિતી રાવલે (Aditi Raval) સ્ટેજ પર પ્રિયંકા ચોપડા સાથે ગરબે રમ્યા હતા

અદિતી રાવલ સાથે પ્રિયંકા ચોપરા અને રોહિત શરાફ (PC : Aditi Raval Instagram)
અદિતી રાવલ સાથે પ્રિયંકા ચોપરા અને રોહિત શરાફ (PC : Aditi Raval Instagram)

Ahmedabad : બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) નવરાત્રીના પહેલા નોરતે ગુજરાતના અમદાવાદ શહેરમાં પહોંચી હતી. તેની આવનારી ધ સ્કાય ઇઝ પિન્ક ફિલ્મના પ્રમોશન માટે તે અમદાવાદમાં આવી હતી. પ્રિયંકાની સાથે સહ કલાકાર રોહિત શરાફ પણ આવ્યો હતો. આ બંનેએ અમદાવાદના ખેલૈયાઓ સાથે ગરબાનો આનંદ માણ્યો હતો. આ ગરબામાં ગુજરાતના જાણીતા સિંગર આદિત્ય ગઢવી (Aditya Gadhvi) ના સુંદર અવાજ પર ગુજરાતની સોશિયલ મીડિયા ક્વિન અદિતી રાવલ (Aditi Raval) એ સ્ટેજ પર પ્રિયંકા ચોપડા સાથે ગરબે રમ્યા હતા.

The Sky is Pink ફિલ્મ સત્ય ઘટના પર આધારીત છે
ધ સ્કાય ઇઝ પિન્ક ફિલ્મ એક સત્ય ઘટના પર આધારીત છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં 11 ઑક્ટોબરના રિલીઝ થશે. આ ફિલ્મ લેખિકા અને મોટિવેશનલ સ્પીકર આયશા ચૌધરીના જીવન પર આધારિત છે. આયશાને પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની ફેફસાની બીમારી થઈ ગઈ હતી. ફિલ્મમાં તેના દ્રષ્ટિકોણથી દુનિયાને બતાવવામાં આવશે. ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિન્કના ડાયરેક્ટર શોનાલી બોસ છે. પ્રિયંકા ફિલ્મમાં અદિતિ ચૌધરી અને ફરહાન અખ્તર નિરેન ચૌધરીના પાત્રમાં દેખાશે. આ ફિલ્મને લઈને પ્રિયંકા ચોપરાને ઘણી આશાઓ છે.જ્યારે ગુજરાતની સોશિયલ મીડિયા ક્વિન અદિતી રીલ લાઇફની અદિતી સાથે થઇ મુલાકાત
પ્રિયંકા ચોપરા પોતાની આગામી ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્કનું પ્રમોશન માટે નવરાત્રીના પહેલા નોરતે અમદાવાદમાં આવી હતી. જ્યાં તેણે અમદાવાદીઓ સાથે ગરબા પણ કર્યા હતા. અમદાવાદમાં જ્યારે પ્રિયંકા ચોપરા પહોંચી ત્યારે તેની સાથે સ્ટેજ પર ગુજરાતની સોશિયલ મીડિયા ક્વિન અદિતી રાવલ સાથે મુલાકાત થઇ હતી. અદિતી રાવલ સાથે મુલાકાત બાદ પ્રિયંકાએ ઘણી રસપ્રદ વાતો શેર કરી હતી. પણ નવરાત્રી દરમ્યાન જો મહેમાન ગરબા ન કરે તેવું કેમ બને. ત્યારે અદિતી રાવલ, પ્રિયંકા ચોપરા અને રોહિત શરાફે ગુજરાતના જાણીતા સિંગર આદિત્ય ગઢવીના ગીત પર ગરબા કર્યા હતા અને લોકોએ તેને વધાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં સત્ય ઘટના પર આધારીત છે અને તેમાં પ્રિયંકા ચોપરા ફિલ્મમાં અદિતી ચૌધરીનું પાત્ર ભજવી રહી છે.


આ પણ જુઓ : Priyanka Chopra:બાળપણમાં આટલી ક્યૂટ હતી આ એક્ટ્રેસ

દંગલ ગર્લ ઝાયરા વસીમની આ છેલ્લી ફિલ્મ છે
ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની લવસ્ટોરી છે અને ઝાયરા વસીમે તેમની દીકરીનું પાત્ર ભજવ્યું છે. સાથે જ ઝાયરાને ભયાનક બીમારી છે, જેની સારવાર માટે પ્રિયંકા અને ફરહાન ઘણાં પ્રયત્નો કરતાં જોવા મળે છે. તો ઝાયરા વસીમની આ છેલ્લી ફિલ્મ હોવાને કારણે પણ ફિલ્મ વધારે ચર્ચામાં છવાયેલી છે. જણાવીએ કે દંગલ ગર્લે ધર્મને લઈને બોલીવુડને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK