જુદા જુદા વર્ગ અને સમુદાયની નવ મહિલાઓની વાત રજૂ કરશે મહિલા ડિરેક્ટર પ્રિયંકા બૅનરજી

Published: Jan 20, 2020, 12:14 IST | parth dave | Mumbai Desk

નવ મહિલાઓના પાત્રમાં કાજોલ, નેહા ધૂપિયા, શ્રુતિ હસન, મુક્તા બર્વે, નીના કુલકર્ણી સહિતની દમદાર અભિનેત્રીઓ સામેલ

તાજેતરમાં તાન્હાજીમાં જોવા મળેલી કાજોલ નેટફ્લિક્સ પર આવનારી ફિલ્મ ત્રિભંગામાં દેખાવાની છે. તેનું ડિજિટલ ડેબ્યુ આ ફિલ્મથી થવાની વાત ચર્ચામાં હતી ત્યાં લાર્જ શૉર્ટ ફિલ્મ્સ માટેની તેની શૉર્ટ ફિલ્મ ‘દેવી’ ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. આ શોર્ટ ફિલ્મમાં કાજોલ ઉપરાંત નેહા ધૂપિયા, શ્રુતિ હસન જેવી જાણીતી અભિનેત્રીઓ તેમજ નીના કુલકર્ણી, યશસ્વિની દયામા (દિલ્હી ક્રાઈમ), શિવાની રઘુવંશી (મેઇડ ઇન હેવન), જાણીતી મરાઠી અભિનેત્રીઓ મુક્તા બર્વે, સંધ્યા માત્રે અને રમા જોશી એમ કુલ નવ દમદાર અભિનેત્રીઓ એકસાથે જોવા મળશે. ‘દેવી’માં જુદા-જુદા સમુદાય અને વર્ગની નવ પીડિત મહિલાઓની વાત હશે.

‘લાર્જ શોર્ટ ફિલ્મ્સ’ નામના શૉર્ટ ફિલ્મો માટે જાણીતા ડિજિટલ પ્લેટફૉર્મ માટે બની રહેલી આ શોર્ટ ફિલ્મની ડિરેક્ટર અને લેખક પણ પ્રિયંકા બૅનરજી નામની એક મહિલા છે. રાયન સ્ટિફન્સ ઇલેક્ટ્રિક એપલ્સ એન્ટરટેઇનમેન્ટ અને નિરંજન અયંગર ‘દેવી’ના પ્રોડ્યુસર છે.
કાજોલ આ ફિલ્મમાં જ્યોતિનું પાત્ર ભજવી રહી છે. તેણે કહ્યું કે, “આજના સમયમાં જ્યારે જાતિગત ભેદભાવ, અબ્યુઝ, ઘરેલુ હિંસા અંગેની ચર્ચા ઉગ્ર બની છે ત્યારે ‘દેવી’ જેવી ફિલ્મ એકદમ રેલેવન્ટ છે અને હું ખુશ છે કે મને આમાં કામ કરવાની તક મળી.”

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK