Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઈન્ટરનેટ સેન્સેશન Priya Prakash Varrierએ કર્યું એવું કામ, ફૅન્સ થશે ખુશ

ઈન્ટરનેટ સેન્સેશન Priya Prakash Varrierએ કર્યું એવું કામ, ફૅન્સ થશે ખુશ

26 April, 2019 03:39 PM IST | મુંબઈ

ઈન્ટરનેટ સેન્સેશન Priya Prakash Varrierએ કર્યું એવું કામ, ફૅન્સ થશે ખુશ

ઈન્ટરનેટ સેન્સેશન Priya Prakash Varrierએ કર્યું એવું કામ, ફૅન્સ થશે ખુશ


2018માં પોતાના એક વીડિયોથી રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની જનાર પ્રિયા પ્રકાશ વૉરિયર ફરી એકવાર ચર્ચામાં છે. પ્રિયા પ્રકાશ બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. પ્રશાંત મંમબુલીની ફિલ્મ 'શ્રીદેલવી બંગ્લો' બાદ હવે પ્રિયા પ્રકાશ વરિયરને બીજી ફિલ્મ પણ મળી ગઈ છે.

જી હાં, પ્રિયા પ્રકાશ વૉરિયરે બોલીવુડની બીજી ફિલ્મ સાઈન કરી છે. પ્રિયાને પહેલી ફિલ્મ રિલીઝ થતા પહેલા જ બીજી ફિલ્મ મળી ગઈ છે. મળતી માહિતી મુજબ પ્રિયા પ્રકાશને મયંક શ્રીવાસ્તવે પોતાની આગામી ફિલ્મ લવ હેકર્સમાં લીડ રોલ માટે સાઈન કરી છે. આ ફિલ્મની સ્ટોરી સાઈબર ક્રાઈની આસપાસ ફરતી હશે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ આગમી મહિને ફ્લોર પર જશે. અને તેનું શૂટિંગ દિલ્હી, લખનઉ, ગુડગાંવ અને મુંબઈમાં થશે.



 
 
 
View this post on Instagram

A post shared by priya prakash varrier (@priya.p.varrier) onApr 13, 2019 at 10:37pm PDT


 
 
 
View this post on Instagram

Let your own monsters see you SMILE ?pc: @albert_will.i.am

A post shared by priya prakash varrier (@priya.p.varrier) onMar 25, 2019 at 4:32am PDT


 

એક ઈન્ટરવ્યુમાં પ્રિયાએ કહ્યું કે આ ફિલ્મમાં તે પ્રોટાગોનિસ્ટ છે, જેને સારું નોલેજ છે. સાથે જ પ્રેઝન્સ ઓફ માઈન્ડના કારણે તે વિનર બને છે. આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે.

આ પણ વાંચોઃ સુપરક્યુટ છે આ ગુજરાતી સેલેબ્સના બાળકો, જુઓ ફોટોઝ 

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ફેબ્રુઆરીમાં પ્રિયા પ્રકાશની ફિલ્મ 'ઓરુ અદાર લવ'નો વીડિયો સોશિયલ મીડિયા પર જબરજસ્ત વાઈરલ થયો હતો. આ વીડિયોમાં પ્રિયા આંખ મારતી દેખાઈ હતી. આ વીડિયોએ પ્રિયાને રાતો રાત ફેમસ કરી દીધી હતી. સ્થિતિ એવી હતી કે વ્હોટ્સ એપથી ફેસબુક સુધી જ્યાં જુઓ ત્યાં આ વીડિયો જદેખાતો હતો. આ વીડિયો બાદ જ પ્રિયાનું ફૅન ફોલોઈંગ વધી ગયું હતું. હાલ ઈન્સ્ટાગ્રામ પર પ્રિયાના 70 લાખ કરતા વધુ ફોલોઅર્સ છે. અને ઈન્સ્ટા પર તે જે પણ એક્ટિવિટી કરે તે તાત્કાલિક વાઈરલ થઈ જાય છે. પ્રિયા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2019 03:39 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK