પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીએ કર્યો વિશ્વાસઘાત, ફૅન્સથી છુપાવી આ વાત

Published: 20th October, 2020 14:59 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ડેન્ગ્યૂ થતા કપલે ચોખવટ કરી કે, એક મહિના પહેલા કોરોનાનું સંક્રમણ થયું હોવાને લીધે ઈમ્યુનિટી ઘટી ગઈ હતી

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા કપલ પચ્રિન્સ નરુલા (Prince Narula) અને યુવિકા ચૌધરી (Yuvika Chaudhary)ને ડેન્ગ્યૂ થયો છે તે સહુ કોઈ જાણે છે. પરંતુ કપલે ફૅન્સ સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેઓ એક મહિના પહેલા કોરોના વાયરસ (COVID-19) સંક્રમિત થયા હોવાની વાત તેમણે છુપાવી હતી. કોરોના થતા કપલ હૉમ ક્વૉરન્ટીન થયું હતું અને તેમણે કોરોના પૉઝિટિવ હોવાની વાત પણ નકારી હતી. પ્રિન્સ તથા યુવિકાએ માત્ર પૉઝિટિવ હોવાની વાત જ નથી છુપાવી પરંતુ ઈન્ટરવ્યૂમાં આ અંગે ખોટું પણ કહ્યું હતું. જેનો તેમણે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે.

હાલમાં ઈ-ટાઈમ્સ સાથેની વાતચીતમાં યુવિકા ચૌધરીએ કહ્યું હતું કે, ‘હું અને પ્રિન્સ ગયા મહિને કોરોના પૉઝિટિવ હતા. આ જ કારણે કદાચ અમારી ઈમ્યુનિટી ઘટી ગઈ છે. આથી જ અમને ડેગ્ન્યૂ થઈ ગયો. હું પ્રાર્થના કરું છું કે કોઈને પણ કોરોના ના થાય’.

કપલે કોરોના પૉઝિટિવ હોવાની વાત એક મહિના સુધી છુપાવી તે અંગે યુવિકાએ કહ્યું કે, 'અમને કોરોનાના કોઈ લક્ષણો નહોતો. આથી જ અમે કોઈને કહેવા નહોતા માગતા કે અમને કોરોના થયો છે. લોકો એક્ટર્સ અંગે વાંચે છે અને તેમની દરેક વાત પાગલની જેમ ફોલો કરે છે. બધાના શરીર અલગ હોય છે. દરેક કેસ અલગ હોય છે. અમે 21 દિવસ સુધી ક્વૉરન્ટીન રહ્યાં હતાં. ઘરની બહાર નીકળતા પહેલા અમે બે વાર ટેસ્ટ કરાવ્યો હતો, તેમ છતાંય અમને ડેન્ગ્યૂ થયો.'

તમને જણાવી દઈએ કે, જ્યારે પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી ચંદીગઢથી મુંબઈ આવ્યા ત્યારે એવી ચર્ચાઓએ જોર પકડયું હતું કે બન્નેને કોરોના થયો છે અને તેઓ હૉમ ક્વૉરન્ટીનમાં છે. પરંતુ ત્યારે એક ઈન્ટરવ્યૂ દરમિયાન યુવિકાએ એવું કહ્યું હતું કે, અમે તમામ સાવધાની સાથે ચંદીગઢથી મુંબઈ આવ્યા હતા પરંતુ તેમ છતાંય અમે હોમ આઈસોલેટ થવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન અમે કોઈને મળ્યા નહોતા. અમે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો હતો. અમે પોતાના જ ઘરમાં બંધ રહ્યા હતા પરંતુ લોકોએ એવી વાતો ફેલાવી કે અમે કોરોના પૉઝિટિવ છીએ. જોકે, આ વાત સાચી નથી.'

ડેન્ગ્યૂ થયા બાદ કોરોના થયો હોવાનું જણાવતા ફૅન્સને એમ લાગે છે કે પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK