Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કપિલ દેવના અંદાજમાં રણવીર સિંહ, જન્મદિવસ પર ચાહકોને આપી અનોખી ભેટ

કપિલ દેવના અંદાજમાં રણવીર સિંહ, જન્મદિવસ પર ચાહકોને આપી અનોખી ભેટ

06 July, 2019 10:24 AM IST | મુંબઈ

કપિલ દેવના અંદાજમાં રણવીર સિંહ, જન્મદિવસ પર ચાહકોને આપી અનોખી ભેટ

કપિલ દેવ તરીકેનો લૂક આવ્યો સામે

કપિલ દેવ તરીકેનો લૂક આવ્યો સામે


બોલીવુડના ગલીબોયનો આજે 34મો જન્મદિવસ છે. અને તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી આજે ચાહકોને ખાસ ભેટ આપી છે. રણવીરે ફિલ્મ 83 માટે કપિલ દેવ તરીકે પોતાનો લૂક જાણે કર્યો છે. જેઓ એક સમયે હરિયાણા હરિકેન તરીકે ઓળખાતા હતા. કપિલ દેવે 1983માં વર્લ્ડ કપમાં જીત મળી ત્યારે ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું. જુઓ રણવીરનો કપિલ દેવ તરીકેનો લૂક..




હાલ રણવીર યૂકેમાં છે અને ફિલ્મનું દીપિકા સાથે શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મમાં દીપિકા કપિલ દેવના પત્ની રોમી દેવની ભૂમિકામાં જોવા મળશે, થોડા સમય પહેલા રણવીરે પ્રેક્ટિસ કરતો હોય તેવો એક વીડિયો પણ શેરક કર્યો હતો. યૂકે આવતા પહેલા રણવીર કપિલ દેવના દિલ્હી સ્થિત ઘરે 10 દિવસ રહ્યો હતો અને આ સ્ટાર ક્રિકેટરને નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ફિલ્મમાં કપિલ દેવની સફરને બતાવવામાં આવશે. હરિયાણાના એક છોકરાથી લઈને વિશ્વ કપ વિજેતા ટીમના કેપ્ટન સુધીની તેની ગાથા બતાવાશે. આ ફિલ્મ માટે ટીમને દિગ્ગજ ક્રિકેટરો તાલિમ આપી રહ્યા છે. તેમના માટે ખાસ વર્કશોપ પણ રાકવામાં આવ્યો હતો. ફિલ્મ 2020માં રિલીઝ થશે.


આ પણ વાંચોઃ મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

ડાયરેક્ટર કબીર ખાનના ડાયરેક્શનમાં બનતી ફિલ્મ 83ની શૂટિંગ ઇંગ્લેન્ડમાં થઈ રહી છે. આ ફિલ્મ 1983માં ક્રિકેટ વર્લ્ડ કપમાં થયેલી ભારતની જીતના આધારે બનાવાયેલી ફિલ્મ છે. હવે ચર્ચા એવી છે કે ફિલ્મ 83ના નિર્માતાઓએ જાહેરાત કરી છે કે જો ભારત 2019નું વિશ્વકપ જીતશે તો તેના પર પણ તે ફિલ્મ બનાવશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફિલ્મ 83ના કો-પ્રૉડ્યુસર મધુ મંટેનાના કહ્યા પ્રમાણે ભારત આ વિશ્વકપ જીતશે તો તેના પર તે ફિલ્મ બનાવવા માગે છે.ફિલ્મ પ્રૉડક્શન સાથે જોડાયેલા એક સોર્સ પ્રમાણે ફિલ્મ માટે વાતચીત શરૂ થઈ ગઈ છે. મધુ મંટેના ફિલ્મ બનાવવા માટે ઘણાં ઉત્સાહિત પણ છે.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2019 10:24 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK