Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ ગુજરાતી ફિલ્મથી કમબેક કરી રહ્યા છે બોલીવુડના વિલન પ્રેમ ચોપરા

આ ગુજરાતી ફિલ્મથી કમબેક કરી રહ્યા છે બોલીવુડના વિલન પ્રેમ ચોપરા

25 June, 2019 03:46 PM IST | અમદાવાદ

આ ગુજરાતી ફિલ્મથી કમબેક કરી રહ્યા છે બોલીવુડના વિલન પ્રેમ ચોપરા

આ ગુજરાતી ફિલ્મથી કમબેક કરી રહ્યા છે બોલીવુડના વિલન પ્રેમ ચોપરા


બોલીવુડના 70ના દાયકાના ખતરનાક વિલન ફરી મોટા પડદે કમબેક કરવા માટે તૈયાર છે. જો કે રસપ્રદ વાત એ છે કે પ્રેમ ચોપરા આ વખતે બોલીવુડની ફિલ્મ નથી કરી રહ્યા. બોલીવુડના આ ખૂંખાર વિલન હવે ગુજરાતી ફિલ્મ દ્વારા સિલ્વર સ્ક્રીન પર કમબેક કરશે. જી હાં, 4 જુલાઈએ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ 'સાહિલ - જિંદગીની શોધમાં' નામની ફિલ્મમાં ફરી પોતાના એ જ જૂના અંદાજમાં દેખાશે. આ ફિલ્મમાં પ્રેમ ચોપરા વિલનના રોલથી જ કમબેક કરી રહ્યા છે.

'સાહિલ - જિંદગીની શોધમાં' ફિલ્મને સૌરભ ભટ્ટે ડિરેક્ટ કરી છે. ડિરેક્ટર તરીકે સૌરભ ભટ્ટની આ બીજી ફિલ્મ છે. આ પહેલા તેઓ 'મજ્જાની લાઈફ' નામની ગુજરાતી ફિલ્મ બનાવી ચૂક્યા છે. તો કોમલકાંત શર્માએ પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મથી રાજન રાઠોડ લીડ રોલમાં ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મમાં પ્રેમ ચોપરાના કાસ્ટિંગ અંગે વાત કરતા ડિરેક્ટર સૌરભ ભટ્ટે કહ્યું કે,'સ્ટોરી પ્રમાણે અમને એક મજબૂત વિલનની જરૂર હતી. એટલે અમે ચર્ચા કરી તો પ્રેમ ચોપરાનું નામ સજેસ્ટ થયું. વિચાર્યુ કે બોલીવુડના વિલન હોય તો વધુ સારુ રહેશે. તો પ્રોડ્યુસર કોમલકાંત શર્માએ પ્રેમ ચોપારને એપ્રોચ કર્યો. સ્ટોરી સંભળાવી, તેમને ગમી અને તેમણે ફિલ્મ કરવા માટે હા પાડી દીધી.'



sahil


આ ગુજરાતી ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ભાવનગરમાં થયું છે. ફિલ્મનું શૂટિંગ માત્ર 22 દિવસમાં સમાપ્ત થઈ ગયું હતું. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો આ ફિલ્મની વાર્તા એક પત્રકારની છે, જે વિલનના અડ્ડા પર જઈને સ્ટીંગ ઓપરેશન કરે છે. સ્ટીંગ ઓપરેશનમાં તે સક્સેસફૂલ તો થાય છે, પરંતુ પકડાઈ જાય છે. વિલનના લોકો તેને સમુદ્રમાં ફેંકી દે છે. અને હીરો એક નિર્જન ટાપુ પર પહોંચી જાય છે. જ્યાં તે બે વર્ષ સુધી કેવી રીતે સર્વાઈવ કરે છે, એ ફિલ્મની મુખ્ય વાર્તા છે. આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ચૂક્યુ છે.

અહી જુઓ ટ્રેલર


ફિલ્મમાં પ્રેમ ચોપરાની સાથે સાથે કરસનદાસ પે એન્ડ યુઝ ફેમ ચેતન ધૈયા, છેલ્લો દિવસ ફેમ જિજ્ઞેશ મોદી ઉપરાંત ભૂમિકા પટેલ, મનીષા ત્રિવેદી અને ઈલેશ શાહ જેવા કલાકારો જોવા મળશે. બોલીવૂડના પ્રખ્યાત ગાયક રાજા હસન દ્વારા ગવાયેલું ગીત ચલ ઉઠ રાહી પણ આ ફિલ્મમાં આપણને સાંભળવા મળશે. આ ફિલ્મ આગામી 4 જુલાઈના રોજ રિલીઝ થઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

25 June, 2019 03:46 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK