દંગલ ચૅનલ પર સોમવારથી શરૂ થતા નવા શો ‘પ્રેમ બંધન’ની લીડ ઍક્ટ્રેસ છવી પાંડેને જ્યારે પ્રોડ્યુસર એકતા કપૂરને મળવાનું બન્યું ત્યારે તે જબરદસ્ત નર્વસ થઈ ગઈ હતી. એકતા કપૂર ‘પ્રેમ બંધન’ની પ્રોડ્યુસર છે. શો માટે કાસ્ટિંગથી માંડીને શરૂઆતના એપિસોડની વાર્તા પર કામ ચાલતું હતું એ દરમ્યાન એકતાએ લીડ ઍક્ટ્રેસ છવીને મળવા બોલાવી. છવી એકતાને મળવા ગઈ ત્યારે રીતસર તેના પગ ધ્રૂજતા હતા. એકતા ટેલીવુડ-ક્વીન છે અને અનેક ઍક્ટર-ઍક્ટ્રેસની કરીઅર તેણે બિલ્ટઅપ કરી છે. એવામાં એકતાને રૂબરૂ મળવા મળે એ સૌકોઈ માટે નૅચરલી સૌભાગ્ય હોય. છવી પણ એકતાની બહુ મોટી ફૅન છે અને એટલે જ તે એકતાને મળવા ગઈ ત્યારે રીતસર ધ્રૂજતી હતી. છવીએ તેના કો-સ્ટાર અને ‘પ્રેમ બંધન’ના લીડ ઍક્ટર મનીત જૌરાને પણ આ વાત કરી હતી. છવી કહે છે, ‘મનીતે જ મારી અપસેટનેસ દૂર કરી અને તેણે જ મને કહ્યું કે મારે સ્ટ્રેસ લેવાની જરાય જરૂર નથી. એકતા એકદમ શાંત અને સૌમ્ય છે, તું તેને શાંતિથી મળ, તને મજા આવશે.’ છવી પહેલી વાર બાલાજી ટેલિફિલ્મ્સ અને એકતા સાથે કામ કરે છે. એકતા કપૂરની અનેક એવી વાતો બહાર ચર્ચાતી રહે છે જે ન્યુકમરનું બ્લડપ્રેશર વધારી દે છે.
એક ગુજરાતી કરશે આજે હિન્દી રંગભૂમિનો શુભારંભ
26th January, 2021 08:13 ISTહેલ્લારો ફેમ નીલમ પંચાલે કર્યા હોવર બૉર્ડ પર ગરબા, જુઓ વીડિયો
25th January, 2021 21:10 ISTમૉલદીવ્ઝમાં એન્જૉય કરતી સારા
25th January, 2021 16:19 ISTબૉલીવુડના સ્ટાર્સ દેખાડો કરવામાં હંમેશાં આગળ હોય છે: ગુલશન દેવૈયા
25th January, 2021 16:15 IST