એમએક્સ પ્લેયર પર તાજેતરમાં ‘ધ રાઇટ ક્લિક’ નામની શૉર્ટ ફિલ્મ રિલીઝ થઈ છે જેમાં ‘મસ્કા’ ફેમ પ્રીત કામાણી અને ‘દિલ્હી ક્રાઇમ’ ફેમ યશસ્વિની દયામાની જોડી છે. ‘ધ રાઇટ ક્લિક’ ઇન્ટરૅક્ટિવ ફિલ્મ છે જેમાં ઑડિયન્સ પણ શોનો ભાગ છે એટલે કે તેમને આ ફિલ્મમાં ઑપ્શન આપવામાં આવશે અને તેમના પસંદ કરેલા ઑપ્શનના આધારે સ્ટોરી આગળ વધશે. ફિલ્મમાં લૉકડાઉન પછીની નવી નૉર્મલ લાઇફની વાત છે જ્યાં ઑનલાઇન ક્લાસિસ અને ડિજિટલ રોમૅન્સ દેખાય છે. મસ્કા ઉપરાંત હિન્દી ફિલ્મ ‘હમ ચાર’માં જોવા મળેલો પ્રીત ‘ધ રાઇટ ક્લિક’માં અજય નામનો કૉલેજિયન યુવક બન્યો છે.
મૂળ ગુજરાતી પ્રીતે સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે ‘આ શૉર્ટ ફિલ્મ ઇન્ટરૅક્ટિવ એટલા માટે છે કેમ કે દર્શકોને ઑપ્શન આપવામાં આવશે અને તેઓ નક્કી કરશે કે અજય હવે આગળ શું કરશે. અજય કન્ફ્યુઝ્ડ છોકરો છે એટલે ઑડિયન્સ તેનું મિત્ર બનીને તેની ગમતી છોકરી સુધી પહોંચાડશે. ભારતમાં પહેલી વખત આવો કન્સેપ્ટ જોવા મળશે. લવ સ્ટોરી તમે ગમે તેટલી વાર જુઓ, પણ લવ હંમેશાં ફ્રેશ જ લાગશે.’
ફિલ્મમાં વર્ચ્યુઅલ વર્લ્ડની વાત થાય છે ત્યારે પ્રીતનું કહેવું છે કે તે રિયલ લાઇફમાં વર્ચ્યુઅલ દુનિયાથી બોર થઈ ગયો છે અને ખુશ છે કે પોતાને કૉલેજમાં ઑનલાઇન ક્લાસિસ નથી ભરવા પડ્યા. વર્તમાનમાં કૉલેજિયન યુવાનો આ ફિલ્મથી પોતાને રિલેટ કરશે. પ્રીત હવે અનુભવ સિંહાની આગામી ફિલ્મમાં જોવા મળશે જે એક લવ સ્ટોરી છે.
આપકી નઝરોં ને સમઝાનું શૂટિંગ દ્વારકામાં થયું
23rd February, 2021 12:43 ISTસ્ટોરી નાઇન મન્થ્સ કીની ડૉ. રાબિયા પોતાના પાત્ર વિશે શું કહે છે?
23rd February, 2021 12:38 IST૯ વર્ષ બાદ પૂજા ગોર ફરી બનશે પ્રતિજ્ઞા
23rd February, 2021 12:35 ISTબિગ બૉસની કૅશ પ્રાઇઝની રકમ રુબીના ક્યાં ખર્ચશે?
23rd February, 2021 12:04 IST