Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બૅરિસ્ટર બાબુમાં પ્રવિષ્ટ મિશ્રા અને ઔરા ભટનાગર લીડ રોલમાં

બૅરિસ્ટર બાબુમાં પ્રવિષ્ટ મિશ્રા અને ઔરા ભટનાગર લીડ રોલમાં

04 February, 2020 01:31 PM IST | Ahmedabad

બૅરિસ્ટર બાબુમાં પ્રવિષ્ટ મિશ્રા અને ઔરા ભટનાગર લીડ રોલમાં

‘બૅરિસ્ટર બાબુ’

‘બૅરિસ્ટર બાબુ’


કલર્સ ટીવી બાળલગ્ન પર નવો એક શો લઈને આવી રહ્યું છે. અગાઉ ‘બાલિકા વધૂ’ બાદ કંઈક એ જ પ્રકારનો ‘બૅરિસ્ટર બાબુ’ નામનો શો શરૂ થવાનો છે જે આઝાદી પૂર્વેના સમયની રૂઢિ-રિવાજો પર પ્રકાશ ફેંકશે. શોમાં મહિલાઓ પાસે સ્વતંત્ર વિચારધારા વ્યક્ત કરવાની આઝાદી નહોતી એ વખતનો સમય દર્શાવાશે. ‘બૅરિસ્ટર બાબુ’નો પ્રોમો તાજેતરમાં રિલીઝ થયો છે જેમાં ૮ વર્ષની એક છોકરી બોંદિતાનું પાત્ર ઔરા ભટનાગર ભજવી રહી છે અને તેના બૅરિસ્ટર પતિ અનિરુદ્ધના રોલમાં પ્રવિષ્ટ મિશ્રા જોવા મળશે.

પ્રવિષ્ટ મિશ્રા સ્ટાર પ્લસની ‘કહાં હમ કહાં તૂમ’ સિરિયલમાં દીપિકા કક્કરના ભાઈનો રોલ કરી ચૂક્યો છે, તો અરીના ડે બોંદિતાની મમ્મીના રોલમાં તેમ જ રિશી ખુરાના અનિરુદ્ધના પપ્પા તરીકે જોવા મળશે. આ કલાકારો ઉપરાંત મધુશ્રી શર્મા, પલ્લવી મુખરજી, દેવ આદિત્ય, ચંદન આનંદ વગેરે પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2020 01:31 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK