Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘ભાભીજી ઘર પર હૈં’માં પ્રતિમા કાઝમી દેખાશે સ્ટાઇલિશ અવતારમાં

‘ભાભીજી ઘર પર હૈં’માં પ્રતિમા કાઝમી દેખાશે સ્ટાઇલિશ અવતારમાં

29 January, 2020 04:11 PM IST | Ahmedabad

‘ભાભીજી ઘર પર હૈં’માં પ્રતિમા કાઝમી દેખાશે સ્ટાઇલિશ અવતારમાં

પ્રતિમા કાઝમી

પ્રતિમા કાઝમી


અનેક જાણીતી ફિલ્મો અને ટીવી-સિરિયલોમાં કામ કરી ચૂકેલાં દિગ્ગજ અભિનેત્રી પ્રતિમા કાઝમી ઍન્ડ ટીવીના પૉપ્યુલર શો ‘ભાભીજી ઘર પર હૈં’માં એન્ટ્રી મારશે. તેઓ વિભૂતિ નારાયણ મિશ્રા (આસિફ શેખ)ની માતાનો રોલ ભજવતાં જોવા મળશે. તેમના પાત્રનું નામ હેલન મિશ્રા હશે જે એક વિશિષ્ટ અને રસપ્રદ વ્યક્તિત્વ ધરાવે છે. એક એવી વ્યક્તિ જે બીજા પાસે પોતાનું ધાર્યું કામ કરાવવાની આવડત ધરાવે છે. પ્રતિમા કાઝમીની એન્ટ્રીથી શોની સ્ટોરીલાઇનમાં નવો વળાંક જોવા મળશે જે દર્શકોનું મનોરંજન વધારશે.

મોટા ભાગે નેગેટિવ રોલ માટે જાણીતાં પ્રતિમા ‘ભાભીજી ઘર પર હૈં’માં મૉડર્ન અને સ્ટાઇલિશ અવતારમાં જોવા મળશે. તેમણે ‘ઉડાન’, ‘ઉતરન’, ‘સિયા કે રામ’, ‘કાલા ટીકા’, ‘સિલસિલા બદલતે રિશ્તોં કા’ વગેરે જાણીતા ટીવી-શોમાં કામ કર્યું છે. એ ઉપરાંત, ‘ફિઝા’, ‘બ્લૅક ફ્રાઇડે’, ‘ગદર ઃ એક પ્રેમ કથા’, ‘બન્ટી ઔર બબલી’ જેવી હિન્દી ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2020 04:11 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK