Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > એકતા કપૂરના શો પવિત્ર ભાગ્યમાં પ્રતીક્ષા રાયની એન્ટ્રી

એકતા કપૂરના શો પવિત્ર ભાગ્યમાં પ્રતીક્ષા રાયની એન્ટ્રી

20 February, 2020 05:07 PM IST | Mumbai Desk

એકતા કપૂરના શો પવિત્ર ભાગ્યમાં પ્રતીક્ષા રાયની એન્ટ્રી

એકતા કપૂરના શો પવિત્ર ભાગ્યમાં પ્રતીક્ષા રાયની એન્ટ્રી


કલર્સ ચૅનલ દ્વારા આ વર્ષે રસપ્રદ શો લૉન્ચ થઈ રહ્યા છે જેમાં ‘બૅરિસ્ટર બાબુ’, ‘ઇશ્ક મેં મરજાવાં 2’, ‘શેહનાઝ ગિલ કી શાદી’ જેવા શોનો સમાવેશ થાય છે અને હવે આ યાદીમાં ‘પવિત્ર ભાગ્ય’નું નામ પણ ઉમેરાયું છે.

‘પવિત્ર રિશ્તા’, ‘કુમકુમ ભાગ્ય’ અને ‘કુંડલી ભાગ્ય’ જેવા હિટ શો બનાવ્યા બાદ એકતા કપૂર ‘પવિત્ર ભાગ્ય’ નામનો શો લૉન્ચ કરવા જઈ રહી છે. બીજી માર્ચથી રિલીઝ થનારા આ શોમાં ‘ઇશ્કબાઝ’ ફેમ કુણાલ જયસિંહ અને ‘બેહદ’ ફેમ અનેરી વજાણી લીડ રોલમાં છે. આ ઉપરાંત અભિષેક વર્મા (યે હૈં મોહબ્બતેં), શેરિન વર્ગીઝ (કોઈ અપના સા), વિભા છીબર (પુનર્વિવાહ), અજય ચક્રબોર્તી (મૈં ભી અર્ધાંગિની), રૂમા રજની (હમ) વગેરે જોવા મળશે. આ કાસ્ટમાં હવે ‘ઉડાન’ ફેમ પ્રતીક્ષા રાયની એન્ટ્રી થઈ છે જે અનેરી વજાણીની નાની બહેનના રોલમાં દેખાશે. તો અજય ચક્રબોર્તી અને રૂમા રજની કપલ તરીકે જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2020 05:07 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK