Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રતિક ગાંધી હવે જોવા મળશે હિંદી ફિચર ફિલ્મ 'રાવણ લીલા'માં

પ્રતિક ગાંધી હવે જોવા મળશે હિંદી ફિચર ફિલ્મ 'રાવણ લીલા'માં

13 November, 2020 03:11 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રતિક ગાંધી હવે જોવા મળશે હિંદી ફિચર ફિલ્મ 'રાવણ લીલા'માં

પ્રતિક ગાંધી

પ્રતિક ગાંધી


પ્રતિક ગાંધી (Pratik Gandhi) આ સિઝનની ફ્લેવર છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. હંસલ મહેતાની સિરીઝ સ્કેમ 1992 (Scam 1992)માં હર્ષદ મહેતાનું પાત્ર ભજવનારા પ્રતિકે પોતાની એક્ટિંગની આવડત જે રીતે સાબિત કરી છે તે અંગે હવે તો કોઇ ચર્ચા કરવા કરતા માત્ર તેનું કામ જોવાની રાહ જોવી પડે તેવો ઘાટ થયો છે. પ્રતિક ગાંધીએ આજે ધનતેરસના શુભ દિવસે પોતાના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી છે. હવે પ્રતિક ગાંધી જોવા મળશે હિન્દી ફિલ્મ રાવણ લીલામાં. આ ફિલ્મનું શુટિંગ સ્કેમ 1992 પહેલાં થયું હતું અને પહેલાં તેનું નામ 'ભવાઇ' હતું જે બદલીને હવે રાવણલીલા કરાયું છે. પ્રતિકે જણાવ્યું કે, "ફિલ્મનું નામ ભવાઇ રાખવું કે રાવણલીલા તે અંગે અમને અસમંજસ હતી અને આખરે અમે રાવણલીલા નામ ફાઇનલ કર્યું." તેણે ઉમેર્યું કે આ ફિલ્મ ડિસેમ્બર સુધીમાં રિલીઝ થવાની શક્યતા છે.




આ ફિલ્મ હાર્દિક ગજ્જરે ડાયરેક્ટ કરી છે અને પેન મુવિઝના બેનરમાં પ્રોડ્યૂસ થશે. પ્રતિક ગાંધી આ ફિલ્મમાં ઐન્દ્રિતા રે સાથે જોવા મળશે. રાવણ લીલામાં પ્રતિકનું પાત્ર શું હશે, તે હકારાત્મક પાત્રમાં છે કે નકારાત્મક પાત્રમાં છે તે બધી બાબતે તો આપણને ફિલ્મ આવશે ત્યારે જાણવા મળશે. પણ પ્રતિક ગાંધીએ પોતાના ટ્વિટમાં પોતાની પહેલી હિન્દી ફિચર ફિલ્મના પ્રોજેક્ટની જાહેરાત કરીને તેના ફેન્સને જાણે દિવાળી બોનસ પુરું પાડ્યું છે.


પ્રતિક ગાંધીએ ગુજરાતી મિડ ડે ડૉટ કૉમ સાથે કરેલી વિશેષ વાતચીતમાં તેણે એક્ટર્સ માટે લૉન્ચ કરેલી એપ્પ વિશે પણ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Exclusive: એક્ટર્સ ક્યાંયથી પણ ઑડિશન આપી શકાય તેવી એપ્પ લૉન્ચ કરી પ્રતિક ગાંધીએ


પ્રતિક ગાંધીની આ જાહેરાતથી લોકો તેને ફરી એકવાર અને આ વખતે મોટા તખ્તે જોવા તત્પર છે. આ પહેલાં પ્રતિકે બે યાર, રોંગ સાઇડ રાજુ, લવની લવ સ્ટોરીઝ, લવની ભવાઇ, વેન્ટીલેટર, ધુણકી જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું તો હિન્દી ફિલ્મ લવરાત્રીમાં તેણે નેગેટિવ પાત્ર ભજવ્યું હતું તો મિત્રોં ફિલ્મમાં તેણે રોનકનું પાત્ર ભજવ્યું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

13 November, 2020 03:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK