Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > વીરકર વર્સસ ધ ઍન્ટિ-સોશ્યલ નેટવર્ક

વીરકર વર્સસ ધ ઍન્ટિ-સોશ્યલ નેટવર્ક

04 January, 2021 05:55 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વીરકર વર્સસ ધ ઍન્ટિ-સોશ્યલ નેટવર્ક

વીરકર વર્સસ ધ ઍન્ટિ-સોશ્યલ નેટવર્ક


એમએક્સ પ્લેયરની આગામી સિરીઝ ‘વીરકર વર્સસ ધ ઍન્ટિ-સોશ્યલ નેટવર્ક’ થ્રિલર ડ્રામા છે જેમાં ‘એક દીવાના થા’ અને ‘આરક્ષણ’ ફેમ પ્રતીક બબ્બર લીડ રોલમાં છે. આ સિરીઝ પીયૂષ ઝાના પુસ્તક ‘ઍન્ટિ-સોશ્યલ નેટવર્ક’ પર આધારિત છે. શોની વાર્તા મુજબ મુંબઈમાં કૉલેજના વિદ્યાર્થીઓનું બેરહેમીપૂર્વક મર્ડર થાય છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર વીરકરને ઇન્વેસ્ટિગેશન દરમ્યાન ક્રૂર યુવા વયના અપરાધીઓનો ભેટો થાય છે. આ ગુનેગારો સોશ્યલ સાઇટ્સ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને યુવાનોને બ્લૅકમેઇલ કરે છે. પાછું ઇન્સ્પેક્ટર વીરકર ટેક્નૉલૉજી-ફ્રેન્ડ્લી નથી અને સામે ક્રિમિનલ એક માસ્ટરમાઇન્ડ હોય છે એટલે વીરકર માટે આ એક મોટી ચૅલેન્જ છે. શોમાં પ્રતીક બબ્બર ઉપરાંત સિમરન કૌર મુંડી, શિવ પંડિત, આશિષ વિદ્યાર્થી, રોહન જોશી, નગમા રીઝવાન, રૂહી સિંહ, ગોપાલ દત્ત, રાજેશ ખેરા સહિતના કલાકારો મહત્ત્વના રોલમાં છે.


Whatsapp-channel Whatsapp-channel

04 January, 2021 05:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK