Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગોવામાં પ્રતીક અને હોલિવૂડ અભિનેત્રી ઍમીનો પ્રેમ પૂરબહારમાં જામ્યો

ગોવામાં પ્રતીક અને હોલિવૂડ અભિનેત્રી ઍમીનો પ્રેમ પૂરબહારમાં જામ્યો

28 December, 2011 05:55 AM IST |

ગોવામાં પ્રતીક અને હોલિવૂડ અભિનેત્રી ઍમીનો પ્રેમ પૂરબહારમાં જામ્યો

ગોવામાં પ્રતીક અને હોલિવૂડ અભિનેત્રી ઍમીનો પ્રેમ પૂરબહારમાં જામ્યો




પ્રતીક પહેલી વખત કોઈ રોમૅન્ટિક ફિલ્મમાં આવી રહ્યો છે અને લાગી રહ્યું છે કે તેનો રીલ પરનો રોમૅન્સ હવે લાંબો સમય રિયલ લાઇફમાં પણ ટકી જશે. ફિલ્મની લીડ ઍક્ટ્રેસ અને બ્રિટિશ મૉડલ ઍમી જૅક્સન સાથેના તેના લિન્ક-અપ માટે પ્રતીકે ભાગ્યે જ પોતાના વિચારો કહ્યા છે, પણ લાગી રહ્યું છે કે તેમની આ જોડી હવે આવનારા સમયમાં ઘણા લોકોના આકર્ષણનું કેન્દ્ર હશે. બન્ને તેમની રોમૅન્ટિક ફિલ્મ ‘એક દીવાના થા’ના પ્રમોશન અને પોસ્ટ-પ્રોડક્શનમાંથી સમય કાઢીને ગોવામાં ક્રિસમસ અને ન્યુ યર મનાવવા ગયાં છે.

પ્રતીક અને ઍમીની આટલી સારી કેમિસ્ટ્રી પાછળનું કારણ સંગીત માટેનો તેમનો પ્રેમ પણ છે અને એને કારણે જ ગોવામાં ગઈ કાલે શરૂ થયેલા સનબર્ન મ્યુઝિક ફેસ્ટિવલ માટે તેઓ વહેલાં પહોંચી ગયાં હતાં અને લાગી રહ્યું છે કે આવતી કાલે આ ફેસ્ટિવલ પતી જાય પછી પણ તેઓ થોડા દિવસ ત્યાં રોકાશે. કહેવામાં આવે છે કે પ્રતીક ઘણા સમયથી આ ફેસ્ટિવલમાં જવાનો પ્લાન કરી રહ્યો હતો અને તેને લાગ્યું હતું કે ઍમી કરતાં તેના માટે કોઈ બીજી સારી કંપની હોઈ જ ન શકે. આ ઉપરાંત આ સમય દરમ્યાન તે મુંબઈની મિડિયા અને ફિલ્મજગતથી દૂર પણ થવા માગતો હતો.

ઍમીને પ્રેમનું ‘પ્રતીક’ બતાવવામાં નિષ્ફળતા


પ્રતીક અને ઍમી જૅક્સનને સાથે ચમકાવતી ફિલ્મ ‘એક થા દીવાના’નું મ્યુઝિક-લૉન્ચ થોડા દિવસ પહેલાં ફિલ્મના સંગીતકાર એ. આર. રહમાનની ઇચ્છા મુજબ તાજમહલ બૅકગ્રાઉન્ડમાં હોય એ રીતે આગ્રાના મહેતાબ બાગમાં કરવામાં આવ્યું હતું. પ્રતીકે પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું કે તે ઍમીને તાજમહલ બતાવવા લઈ જશે. જોકે એ દિવસે દિલ્હી અને આગ્રામાં ખૂબ જ ધુમ્મસ હોવાથી તેઓ મ્યુઝિક-લૉન્ચ માટે ઘણાં મોડાં પહોંચ્યાં હતાં. આ ઉપરાંત તાજમહલની મુલાકાત માટેનો અંતિમ સમય ચાલી રહ્યો હતો. પ્રતીકે અધિકારીઓ સાથે વાત કરીને થોડો સમય માગ્યો હતો, પણ તેને નિરાશા થઈ હતી કે તે પોતાની પ્રેમિકા ઍમીને આખી જગ્યા સારી રીતે નહોતો બતાવી શક્યો.

 


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2011 05:55 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK