પીઢ અભિનેતા પ્રાણને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર

Published: Apr 13, 2013, 12:49 IST

ફિલ્મક્ષેત્રે અત્યંત પ્રતિષ્ઠિત કહેવાતો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આ વર્ષે પીઢ અભિનેતા પ્રાણને આપવામાં આવશે. ફિલ્મી પડદે વિલન તરીકે પ્રસિદ્ધિ પામેલા અને લગભગ ૪૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા પ્રાણને ૯૩ વર્ષની ઉંમરે આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ૩ મેએ પુરસ્કારરૂપે તેમને સુવર્ણ કમળ, શાલ અને રોકડ રકમ આપવામાં આવશે.

છ દાયકાથી વધુ સમય સુધી અભિનય કરનારા પ્રાણનું આખું નામ પ્રાણ કિશન સિંકદ હતું. તેમનો દિલ્હીના એક ધનાઢ્ય પંજાબી કુટુંબમાં જન્મ થયો હતો. ૧૯૪૫માં રજૂ થયેલી ‘યમલા જટ’ ફિલ્મથી તેમણે વિલનની ભૂમિકાથી ફિલ્મક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ તેમણે કોઈ દિવસ પાછા વળીને જોવું નહોતું પડ્યું. શરૂઆતનાં વર્ષો તેઓ લાહોરમાં રહ્યા હતા. ત્યાં તેમણે બાવીસ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. દેશના વિભાજન બાદ તેઓ મુંબઈમાં સ્થાયી થયા હતા. ૧૯૬૯થી ૧૯૮૨ સુધી તેઓ ફિલ્મી પડદે વિલન તરીકે કામ કરતા રહ્યા હતા. તેમણે કરેલી ફિલ્મોમાંથી ૧૯૭૩માં રજૂ થયેલી ‘ઝંજીર’, ‘ઉપકાર’ અને ૧૯૭૮માં આવેલી ‘ડૉન’માં તેમના અભિનયથી તેમણે લોકોમાં અદ્ભુત ચાહના મેળવી હતી.

આ અગાઉ દિગ્દર્શક સત્યજિત રે, અભિનેતા દેવ આનંદ અને નર્મિાતા-દિગ્દર્શક યશ ચોપડાને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK