૨૩ વર્ષની પ્રાચી તેનાથી ૩૦ વર્ષ મોટા સંજયની હિરોઇન

Published: 8th August, 2012 05:59 IST

તેની સાદગી અને સીધીસાદી ઇમેજને કારણે ‘સામી’ની રીમેક માટે થઈ પસંદગી

pranchi-sanjayહાલમાં સંજય દત્તે એક ફિલ્મ સાઇન કરી છે જે તામિલ સુપરહિટ ‘સામી’ની હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં થોડો કૉમિક ટચ ધરાવતો, સારા અને ખરાબ બન્ને પ્રકારનાં લક્ષણો ધરાવતો અને શરાબ સાથે ઇડલી ઝાપટતો ભેજાગૅપ ઇન્સ્પેક્ટરનો રોલ સંજય ભજવી રહ્યો છે. તે ૨૦ ઑગસ્ટથી આ ફિલ્મનું શૂટિંગ સ્ટાર્ટ કરશે. પ્રોડ્યુસર ટી. પી. અગ્રવાલ અને તેમના દીકરા રાહુલે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મનું શૂટિંગ બાવન દિવસના શેડ્યુલમાં આટોપી લેવામાં આવશે અને એ માટે હૈદરાબાદમાં ખાસ સેટ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

આ ફિલ્મમાં સંજયની હિરોઇન તરીકે પ્રાચી દેસાઈની પસંદગી કરવામાં આવી છે. ૨૩ વર્ષની પ્રાચી અને હીરો સંજય વચ્ચે ત્રીસ વર્ષ જેટલો મોટો વયનો તફાવત હોવા છતાં તેને આ રોલ માટે સાઇન કરવામાં આવી છે એનું કારણ તેની સીધીસાદી ઇમેજ છે. પ્રાચીની પસંદગીનાં કારણો વિશે વાત કરતાં ફિલ્મના પ્રોડ્યુસર ટી. પી. અગ્રવાલ કહે છે, ‘પ્રાચી અને સંજય વચ્ચે વયનો મોટો તફાવત છે એ વાત સાચી છે, પણ અમને આ ફિલ્મ માટે એવી હિરોઇન જોઈતી હતી જેની સેક્સઅપીલ સાવ જ ઓછી હોય અને જે સીધીસાદી સરળ છોકરીની ઇમેજ ધરાવતી હોય. આવા રોલ માટે પ્રાચી બેસ્ટ વિકલ્પ હોવાને કારણે આ ફિલ્મ માટે તેને સાઇન કરવામાં આવી છે.’

આ ફિલ્મ કમલ હાસનને ‘દશાવતાર’માં ડિરેક્ટ કરનારા ડિરેક્ટર કે. એસ. રવિકુમારની હિન્દી ફિલ્મના ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ છે. આ મૂળ ફિલ્મ ‘સામી’ ૨૦૦૩માં રિલીઝ થઈ હતી અને એમાં વિક્રમ તથા ત્રિશાની જોડીએ કામ કર્યું હતું. આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત સફળતા મળતાં એને તેલુગુમાં પણ બનાવવામાં આવી હતી.

પ્રાચીને તેનાથી મોટા હીરો સાથે કામ કરવામાં નો-પ્રૉબ્લેમ

બૉલીવુડમાં ઉંમરમાં મોટા હીરો તેમનાથી ઘણી નાની હિરોઇનો સાથે રોમૅન્સ કરે એ બહુ સામાન્ય છે. પ્રાચીને હવે મોટા પ્રોજેક્ટ કરવા છે અને આ કારણે તે હીરોની ઉંમર સાથે બાંધછોડ કરવા તૈયાર છે. આ પહેલાં પણ પ્રાચી ‘રૉક ઑન’માં ફરહાન અખ્તર સાથે, ‘લાઇફ પાર્ટનર’માં તુષાર કપૂર સાથે અને ‘વન્સ અપૉન અ ટાઇમ’માં ઇમરાન હાશ્મી સાથે કામ કરી ચૂકી છે અને આ બધા હીરો તેમની ત્રીસીમાં છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK