પ્રભુદેવાએ કર્યા બીજા લગ્ન? જાણો શું છે હકીકત...

Published: 20th November, 2020 16:53 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સમાચાર અનુસાર પ્રભુદેવાએ મુંબઈની ફિઝિયોથેરપિસ્ટને પોતાની લાઈફ પાર્ટનર બનાવી છે.

તસવીર સૌજન્યઃ પ્રભુદેવાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ અને ફાઈલ ફોટો
તસવીર સૌજન્યઃ પ્રભુદેવાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ અને ફાઈલ ફોટો

ડાન્સર, કોરિયોગ્રાફર, એક્ટર તથા ડિરેક્ટર પ્રભુદેવાએ ગુપચુપ રીતે બીજા લગ્ન કર્યા હોવાની ચર્ચા છે. સમાચાર અનુસાર પ્રભુદેવાએ મુંબઈની ફિઝિયોથેરપિસ્ટને પોતાની લાઈફ પાર્ટનર બનાવી છે.

થોડાં દિવસ પહેલાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે પ્રભુદેવાના સંબંધો ભત્રીજી શોભા સાથે છે અને બંને લગ્ન કરવાના છે. જોકે, હાલના રિપોર્ટમાં આ દાવો ખોટો સાબિત થયો છે. ઈન્ડિયા ટુડેના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું, 'લગ્નના સમાચાર ખોટા નહોતા. પ્રભુદેવાએ ભત્રીજી નહીં પરંતુ ફિઝિયોથેરપિસ્ટ સાથે લગ્ન કર્યા છે. હાલમાં તે ચેન્નઈમાં છે.' કહેવામાં આવી રહ્યું છે કે પ્રભુદેવા થોડાં સમય પહેલા પીઠના દુખાવાની સારવાર કરાવવા માટે ફિઝિયોથેરપિસ્ટને મળ્યો હતો.

આ દરમિયાન બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં પ્રભુદેવાએ પોતાના ઘરમાં જ લગ્ન કર્યા હતા. પ્રભુદેવાની પ્રોફેશનલ લાઈફ જેટલી સારી અને સરસ દેખાય છે, તેટલી જ પર્સનલ લાઈફ અપ્સ-ડાઉન્સવાળી રહી છે.

પ્રભુદેવાએ 1995માં રામલતા સાથે લગ્ન કર્યાં હતાં. રામલતા મુસ્લિમ હતી અને ક્લાસિકલ ડાન્સર હતી. લગ્ન બાદ રામલતાએ હિંદુ ધર્મ અપનાવ્યો. બંનેના ત્રણ બાળકો થયાં, જેમાં મોટા દીકરા વિશાલનું કેન્સરને કારણે 2008માં મૃત્યુ થયું હતું.

પ્રભુદેવા તથા સાઉથ એક્ટ્રેસ નયનતારા વચ્ચે અફેર હતું. પ્રભુએ તમિળ ફિલ્મ 'વિલ્લુ'માં નયનતારાને કોરિયોગ્રાફ કરી હતી. આ દરમિયાન બંને રિલેશનમાં આવ્યા, પરંતુ શરૂઆતમાં બંનેએ રિલેશન ના તો સ્વીકાર્યા ના તો નકાર્યા. 2010માં પ્રભુએ નયનતારા સાથેના રિલેશનની વાત માની અને લગ્ન કરવાની વાત કરી હતી. નયનતારા અને પ્રભુના રિલેશનની આ વાત રામલતાને ખબર પડી અને તેણે ડિવોર્સ આપવાની ના પાડી દીધી હતી.

ત્યારબાદ 2011માં રામલતાએ 16 વર્ષના લગ્નજીવનનો અંત લાવીને પ્રભુદેવાને ડિવોર્સ આપી દીધા હતા. જોકે, 2012માં નયનતારાએ પ્રભુદેવા સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK