Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શ્રદ્ધા કપૂર નહીં પણ આ છે પ્રભાસની ફેવરિટ એક્ટ્રેસ

શ્રદ્ધા કપૂર નહીં પણ આ છે પ્રભાસની ફેવરિટ એક્ટ્રેસ

26 August, 2019 03:27 PM IST | મુંબઈ

શ્રદ્ધા કપૂર નહીં પણ આ છે પ્રભાસની ફેવરિટ એક્ટ્રેસ

શ્રદ્ધા કપૂર નહીં પણ આ છે  પ્રભાસની ફેવરિટ એક્ટ્રેસ


'બાહુબલી' સ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપૂર હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'સાહો'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ બંને સ્ટાર્સ કપિલ શર્માના ઘર એટલે કે 'ધ કપિલ શર્મા શો'માં પહોંચ્યા હતા, જ્યાં બંનેએ ખૂબ મસ્તી કરી. આ શૉ પર પ્રભાસે ખુલાસો કર્યો કે તેમની બોલીવુડની ફેવરિટ એક્ટ્રેસ, ફેવરેટ બોલીવુડ ફિલ્મ કઈ છે. એટલું જ નહીં આ એપિસોડમાં લોકોને પ્રભાસનું આખું નામ ખબર પડી તો તેમના મોઢા ખુલ્લા રહી ગયા.

કપિલ શર્મના શોમાં પ્રભાસ પહેલીવાર મહેમાન બનીને પહોંચ્યા હતા. આ દરમિયાન કપિલે પ્રભાસનું આખું નામ લઈને તેમનું સ્વાગત કર્યું તો દરેક વ્યક્તિ ચોંકી ઉઠી. મોટા ભાગના લોકો પ્રભાસને ફક્ત આ જ નામથી જાણે છે. એટલે જ્યારે કપિલ શર્મા શોના પ્રભાસનું સ્વાગત કરતા કહ્યું,'પ્લીઝ વેલકમ વેંકટેશ સત્યનારાયણા પ્રભાસ રાજૂ ઉપ્પલપતિ' તો બધા જ લોકો ચોંકી ઉઠ્યા. એટલું જ નહીં પ્રભાસના નામને લઈને કપિલે મજાક પણ ઉડાવી. કપિલે કહ્યું કે આ પાંચ લોકો નહીં માત્ર એક જ વ્યક્તિનું નામ છે, જે એકલો વ્યક્તિ 5 સ્ટાર્સ પ્રમાણે છે.




આ છે પ્રભાસની ફેવરિટ એક્ટ્રેસ


એપિસોડ દરમિયાન જ્યારે કપિલ બધાને અલગ અલગ સવાલ પૂછી રહ્યા હતા ત્યારે જ અર્ચના પૂરણસિંહે પણ કહ્યું કે તેમની પાસે પણ પ્રભાસ માટે સવાલ છે. અર્ચનાએ પ્રભાસને પૂછ્યુ તમને બોલીવુડની ફિલ્મો જુઓ છો ? પ્રભાસે કહ્યું,'હા કેટલીક.' તો અર્ચનાએ સવાલ કર્યો કે તમારી બોલીવુડની ફેવરિટ ફિલ્મ કઈ છે. તો જવાબમાં પ્રભાસે આમિર ખાનની દંગલ અને અમિતાભની શોલેનું નામ લીધું. બાદમાં જ્યારે અર્ચનાએ તેની ફેવરિટ બોલીવુડ એક્ટ્રેસ વિશે પૂછ્યુ તો પ્રભાસે દીપિકા પાદુકોણે, આલિયા ભટ્ટ અને કેટરીના કૈફના નામ લીધા. સાથે જ પ્રભાસે પોતાના ફેવરેટ એક્ટર સલમાન ખાન અને શાહરુખ ખાનને ગણાવ્યા.

Whatsapp-channel Whatsapp-channel

26 August, 2019 03:27 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK