સલમાન,શાહરુખ, આમિર સાથે થઈ સરખામણી, તો પ્રભાસે કહ્યું...

Published: Aug 13, 2019, 18:39 IST | મુંબઈ ડેસ્ક

સાહોના ટ્રેલર લૉન્ચ વખતે પ્રભાસ પાંચ શહેરની ટૂર પર નીકળ્યો હતો. તેને મળવા ચાહકોની લાંબી લાઇનો લાગતી દેખાતી.

સાહો (પ્રભાસ)
સાહો (પ્રભાસ)

પ્રભાસને ફિલ્મ સાહોમાં જોવા માટે તેના ચાહકો ખૂબ જ ઉત્સુક છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરની પણ મુખ્ય ભૂમિકામાં છે.

ફિલ્મ અભિનેતા પ્રભાસે બોલીવુડના ત્રણેય ખાન્સ સાથેની તુલના બાબતે પોતાનો મત રજૂ કર્યો છે. પ્રભાસે કહ્યું કે સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાન સાથે તેની તુલના અયોગ્ય છે અને આ લોકોએ દાયકાઓ સુધી લોકોનું મનોરંજન કર્યું છે.

આ વિશે પૂછવા બાબતે પ્રભાસે કહ્યું, "ત્રણેય ખાન્સે આપણને દાયકાઓ સુધી પ્રેરિત કર્યા છે. તેમની સાથે મારી તુલના અયોગ્ય હશે."

નોંધનીય છે કે ફિલ્મ અભિનેતા પ્રભાસનું મોટું ફેન ફોલોઇંગ છે તેનો આ જવાબ દર્શાવે છે કે તે કેમ આટલી મોટી ફેન ફોલોઇંગ ધરાવે છે. નોંધપાત્ર વાત છે કે સાહોના ટ્રેલર લૉન્ચ વખતે પ્રભાસ પાંચ શહેરની ટૂર પર નીકળ્યો હતો. તેને મળવા ચાહકોની લાંબી લાઇનો લાગતી દેખાતી.

પ્રભાસ આ ફિલ્મને લઇને મુંબઇ, ચેન્નઇ, કોચી, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા શહેરોમાં જવાનો છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું. આ ફિલ્મના ટ્રેલરમાં પ્રભાસને એક ખતરનાક જાસૂસ બતાવવામાં આવ્યો છે. જે બહાદૂર છે અને કોઇપણ અપરાધીને પકડવાનો રેકૉર્ડ રાખે છે. તેની બહાદૂરીના કિસ્સા એવા છે જે કોઈપણ ખતરનાક અપરાધીને પકડી શકે છે.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

પ્રભાસને આ અવતારમાં જોવા માટે તેના ચાહકો ખૂબ જ ઉત્સુક છે આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરની મુખ્ય ભૂમિકામાં છે. જે ખૂબ જ સારું અભિનય કરતી જોવા મળે છે. આ બન્ને સિવાય મંદિરા બેદી, એવલિન શર્મા, જેકી શ્રૉફ અને માઇકલ લાલની મુખ્ય ભૂમિકા છે. આ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ હશે. આ ફિલ્મનું ટ્રેલર 10 ઑગસ્ટે લૉન્ચ થયું હતું. આ ફિલ્મ 30 ઑગસ્ટના રિલીઝ થવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK