Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુપર સ્ટાર પ્રભાસની 'આદિપુરુષ'નું પોસ્ટર લૉન્ચ,5 ભાષામાં રિલીઝ થશે મૂવી

સુપર સ્ટાર પ્રભાસની 'આદિપુરુષ'નું પોસ્ટર લૉન્ચ,5 ભાષામાં રિલીઝ થશે મૂવી

18 August, 2020 06:37 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

સુપર સ્ટાર પ્રભાસની 'આદિપુરુષ'નું પોસ્ટર લૉન્ચ,5 ભાષામાં રિલીઝ થશે મૂવી

પ્રભાસ (ફાઇલ ફોટો)

પ્રભાસ (ફાઇલ ફોટો)


'બાહુબલી' ફેમ અને સુપરસ્ટાર પ્રભાસે(Prabhas) પોતાની આગામી ફિલ્મનું પોસ્ટર લૉન્ચ કરી દીધું છે. તેની આગામી ફિલ્મનું નામ 'આદિપુરુષ' (Adipurush)છે. ફિલ્મનું પોસ્ટર જોઇને લાગે છે કે આ ફિલ્મ રામાયણથી પ્રેરિત છે. પોસ્ટરમાં મોટા અક્ષરમાં 'A' લખાયેલું છે. આ એ પર ભગવાન રામ ધનુષ પર તીર ચડાવતાં જોવા મળે છે. તો હનુમાન ગદા લઈને ઉડતા દેખાય છે જ્યારે નીચેની તરફ રાવણની જેમ 10 માથાં દેખાઇ રહ્યા છે.

પ્રભાસે આ પોસ્ટ શૅર કરતાં લખ્યું, "અસત્ય પર સત્યના વિજયનો મહોત્સવ" આની સાથે જ તેણે હૅશટૅગ આદિપુરુષ પણ લખ્યું. પોસ્ટમાં ડિરેક્ટરનું નામ ઓમ રાઉત લખેલું છે. જણાવવાનું કે ઓમ રાઉત તે જ ડિરેક્ટર છે, જેમણે તાનાજી જેવી શાનદાર ફિલ્મ બનાવી હતી. તાનાજી આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી અને અત્યાર સુધી વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. આ સિવા ભૂષણ કુમાર આ ફિલ્મ પ્રૉડ્યૂસ કરી રહ્યા છે.



અહીં જુઓ ફિલ્મનું પોસ્ટર




પોસ્ટરમાં પ્રભાસનો લુક બતાવવામાં આવ્યો નથી. પણ કયાસ લગાડવામાં આવી રહ્યા છે કે ફિલ્મમાં પ્રભાસ આદિપુરુષનું પાત્ર ભજવતો જોવા મળશે. ફિલ્મ 2020માં હિન્દી, તેલુગુ, તામિલ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે. પ્રભાસની સાથે-સાથે ઓમ રાઉતે પણ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી ફિલ્મનું પોસ્ટ શૅર કર્યું છે.

ફિલ્મની સ્ટોરી અને કાસ્ટને લઈને મેકર્સ તરફથી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. આ સિવાય પ્રભાસ વધુ એક ફિલ્મ પર કામ કરી રહ્યો છે. તે ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાથે સ્ક્રીન શૅર કરતો જોવા મળશે. ફિલ્મનું નામ છે, 'પ્રભાસ21'. અને આ ફિલ્મ નાગ અશ્વિન ડિરેક્ટ કરશે.

Whatsapp-channel Whatsapp-channel

18 August, 2020 06:37 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK