પ્રભાસ અને પૂજાની નવી ફિલ્મ રાધે શ્યામનો ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ થયું

Published: Jul 10, 2020, 15:51 IST | Mumbai

ફિલ્મના પોસ્ટરમાં પ્રભાસ અને પૂજા હેગડે એક એક્સાઇટિંગ વૉલ્કેનિક લેન્ડસ્કેપની વચ્ચે ઉભા છે

વર્ષ 2021 માં થિયેટરોમાં રિલીઝ થશે પ્રભાસની આ ફિલ્મ
વર્ષ 2021 માં થિયેટરોમાં રિલીઝ થશે પ્રભાસની આ ફિલ્મ

 દુનિયાભરના ચાહકો પ્રભાસની આગામી ફિલ્મની ઘોષણાની રાહ જોઈ રહ્યા હતા. ‘રાધેશ્યામ’ શીર્ષકવાળી આ ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે, જે ગુલશન કુમાર અને ટી સીરીઝ પ્રસ્તુત કરે છે અને યુવી ક્રિએશન્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે અને આજે ફિલ્મનો પ્રભાસ અને પૂજા હેગડેનો પહેલો લુક રિલીઝ કરવામાં આવ્યો છે.ફિલ્મના પોસ્ટરમાં પ્રભાસ અને પૂજા હેગડે એક એક્સાઇટિંગ વૉલ્કેનિક લેન્ડસ્કેપની વચ્ચે ઉભા છે.‘રાધેશ્યામ’ એક મોટા બજેટની ફિલ્મ છે અને વર્ષ 2021 માં થિયેટરોમાં રિલીઝ થશે જે મનોરંજન ઉદ્યોગ માટે ખૂબ જ સારા સમાચાર છે.તેના સોશ્યલ મીડિયા પર પોસ્ટર શેર કરતા પ્રભાસે લખ્યું કે, "મારા ચાહકો આ તમારા માટે છે! આશા છે કે તમને તે ગમશે"

યુવી ક્રિએશન્સના પ્રમોદ કહે છે, "તે આપણા બધા માટે એક એક્સાઇટિંગ મોમેન્ટ છે.ભૂષણ કુમાર અને ટી-સિરીઝની ટીમ સાથે પાછલા પ્રોજેક્ટ "સાહો"પછી ફરીથી કરી રહ્યા છીએ અને મને તેનો આનંદ છે.” ટી-સિરીઝના ભૂષણ કુમાર કહે છે, "સાહો માટે યુવી ક્રિએશન્સમાં પ્રભાસ અને ટીમ સાથે કામ કરવાનો અનુભવ હતો, મલ્ટીલિંગ્વનલ ફિલ્મથી પ્રોડક્શનને વધુ વિસ્તારી શકીએ. જ્યારે અમે બીજા એસોસિએશનની ચર્ચા શરૂ કરી, ત્યારે રાધે શ્યામ ફરી એક સાથે કામ કરવાનો પરફેક્ટ વિકલ્પ લાગ્યો. આ ફર્સ્ટ લુક લોંચિંગ સાથે, અમે ફિલ્મની પ્રભાસ અને પૂજાની કેમિસ્ટ્રીની ઝલક શેર કરી રહ્યા છીએ અને અમે જાણીએ છીએ કે લોકો ફિલ્મ વિશે વધુ જાણવા આતુર છે. " પ્રભાસ સ્ટારરમાં પૂજા હેગડે, ભાગ્યશ્રી, મુરલી શર્મા, સચિન ઘેડેકર, પ્રિયદર્શી, સાશા છેત્રી, કૃણાલ રોય કપૂર અને સથ્યન જેવા કલાકારો જોવા મળશે."રાધેશ્યામ" ની સિનેમેટોગ્રાફી મનોજ પરમહંસ દ્વારા કરવામાં આવી છે અને ફિલ્મના પ્રોડક્શન ડિઝાઇનર આરવી વિએંડર છે અને કમલ કન્નન વી.એફ.એક્સ. પ્રોડ્યુસરનું પદ ધરાવે છે.ગુલશન કુમાર અને ટી-સિરીઝ દ્વારા પ્રસ્તુત 'રાધેશ્યામ' યુવી ક્રિએશન પ્રોડક્શનની ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમારે કર્યું છે અને કોટગિરી વેંકટેશ્વર રાવે ફિલ્મ એડિટ કરી છે.આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, વંશી અને પ્રમોદ દ્વારા કરવામાં આવ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK