Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બ્લોકબસ્ટર 'બાહુબલી' હવે બનશે ગુજરાતીમાં

બ્લોકબસ્ટર 'બાહુબલી' હવે બનશે ગુજરાતીમાં

30 June, 2019 02:33 PM IST | મુંબઈ

બ્લોકબસ્ટર 'બાહુબલી' હવે બનશે ગુજરાતીમાં

'બાહુબલી'

'બાહુબલી'


‘Baahubali’ હિન્દુસ્તાનના ઈતિહાસની સૌથી મોટી અને લોકપ્રિય ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મે ન ફક્ત બૉક્સ ઑફિસ પર રેકૉર્ડ તોડી વેપાર કર્યો છે પરંતુ આ ફિલ્મે ટીવી પર પણ સારી કમાણી કરી છે. હવે આવી રહ્યા સમાચારોની માનીએ તો SS Rajamouliના નિર્દેશનમાં બનેલી ફિલ્મ બાહુબલી ગુજરાતીમાં બનવા જઈ રહી છે. આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગુબટ્ટી, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રામ્યા ક્રિષ્ના અને સત્યારાજની મહત્વની ભૂમિકા હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas) onApr 17, 2019 at 7:48am PDT




ફિલ્મ બાહુબલીની લોકપ્રિયતા એટલી હતી કે બધાને આ વાતની જાણવાની ઉત્સુકતા હતી કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો. આ પ્રશ્નએ લોકોને બે વર્ષો સુધી વ્યસ્ત રાખ્યા હતા. બધા લોકોને આ સવાલનો જવાબ જાણવા ઈચ્છતા હતા. ફિલ્મ બાહુબલી તામિલ અને તેલુગુ ભાષામાં બની હતી. એ સિવાય એને હિન્દી અને મલયાલમ ભાષામાં ડબ કરવામાં આવી હતી. હાલમાં બાહુબલી ગુજરાતીમાં બનવા જઈ રહી છે.


ગુજરાતી ભાષામાં બનવા જઈ રહેલી બાહુબલીનું નિર્દેશન નિતિન જાની કરશે. ત્યારે આ ફિલ્મનું નિર્માણ તરૂણ જાની કરશે. જ્યારે આ વિશે નિતિનને પૂછવામાં આવ્યું તે તેમણે કહ્યું, 'જોખમ વિના જીવન જ કેવું? અમે બાહુબલીને ગુજરાતી ભાષામાં બનાવવા માટે પૂરો જોશ લગાવી દેશું. જ્યાં ફિલ્મને ગુજરાતીમાં બનાવવાનું કારણ જણાવતા નિર્માતા તરૂણે કહ્યું, 'આ ફિલ્મને દર્શકોએ પસંદ કરી છે. અમે ઈચ્છીએ છે કે ગુજરાતી ભાષાના દર્શકો આ ફિલ્મની ભવ્યતાનો અનુભવ પોતાની ભાષામાં કરે. એટલે અમે આ ફિલ્મ ગુજરાતીમાં બનાવવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો : દંગલ ગર્લ ઝાયરા વસીમે બોલીવુડને કહ્યું અલવિદા, ધર્મને ગણાવ્યો કારણ

બાહુબલીમાં પ્રભાસ, રાણા દગુબટ્ટી, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રામ્યા ક્રિષ્ના અને સત્યારાજની મહત્વની ભૂમિકા હતી. આ ફિલ્મના નિર્દેશન એસ એસ રાજામૌલી કરશે.

Whatsapp-channel Whatsapp-channel

30 June, 2019 02:33 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK