વિવાદો વચ્ચે ઘેરાયેલી અક્ષયની ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ

Updated: 31st October, 2020 20:04 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અક્ષય કુમારે 'લક્ષ્મી'નું પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. પોસ્ટરમાં કિયારા અડવાણીનો લૂક એકદમ જુદો અને નવો દેખાઇ રહ્યો છે. તે પોસ્ટરમાં અક્ષય કુમાર લક્ષ્મી બની કિનારે ઊભો રહેલો દેખાય છે.

ફિલ્મનું નવું પોસ્ટર
ફિલ્મનું નવું પોસ્ટર

અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મીને કારણે આખા દેશમાં વિવાદ જોવા મળી રહ્યો છે. વિવાદ પણ એવો છે કે ફિલ્મ પર જબરજસ્ત રાજકારણ શરૂ થઈ ગયું છે. ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે અને ફિલ્મને બૅન કરવાની માગ પણ થઈ રહી છે. હવે આ વિવાદ વચ્ચે મેકર્સે ફિલ્મનું નામ બદલી દીધું. અક્ષય કુમારની ફિલ્મનું નામ હવે લક્ષ્મી બૉમ્બને બદલે હવે માત્ર લક્ષ્મી છે. ટાઇટલ બદલાઇ જવાથી મેકર્સની મુશ્કેલીઓ ઘટી શકે છે.

લક્ષ્મીનું નવું પોસ્ટર રિલીઝ

હવે અક્ષય કુમારની ફિલ્મનું નવું પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં કિયારા અડવાણીનો લૂક એકદમ જૂદો જ છે. તો પોસ્ટરમાં અક્ષય કુમાર પણ લક્ષ્મી બનીને કિનારે ઊભેલો દેખાય છે. ફિલ્મના નવા પોસ્ટરને જોઇને ચાહકોમાં ઉત્સાહ જોવા મળે છે. ફિલ્મના નવા પોસ્ટરને શૅર કરતા અક્ષય કુમારે લખ્યું છે કે, "હવે ઘરે આવશે લક્ષ્મી, પરિવારના સભ્યો સાથે 9 નવેમ્બરે તૈયાર રહેજો." અક્ષયની આ કોમેન્ટે ચાહકોનો ઉત્સાહ વધારી દીધો છે.

કારણ જે પણ હોય અક્ષયની ફિલ્મ લક્ષ્મી જોવા માટે લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ પહેલા કોઇપણ ફિલ્મમાં અક્ષય કુમારે આવું પાત્ર ભજવ્યું નથી. ટ્રેલરે પણ લોકોમાં એક આગવો ઉત્સાહ જગાવ્યો છે, એવામાં ફિલ્મને લઈને લોકોમાં બઝ વધી ગયો છે. કહેવામાં આવે છે કે દેશમાં ફિલ્મ ભલે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે, પણ અન્ય ઘણાં દેશોમાં ફિલ્મ મોટા પડદે પણ જોવા મળશે. જે દેશોમાં કોરોનાનો પ્રકોપ ઓછો છે અને ત્યાં થિયેટર ખુલી ગયા છે, તે જગ્યાએ લક્ષ્મી રિલીઝ કરવામાં આવશે.

First Published: 31st October, 2020 19:47 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK