શાહરૂખ ખાનની પુત્રી સુહાનાની પહેલી ફિલ્મનું પોસ્ટર થયું રીલિઝ

Published: Aug 07, 2019, 19:24 IST | મુંબઈ

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અદાકારીમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. તેની પહેલી ફિલ્મનું પોસ્ટર રીલિઝ થઈ ગયું છે.

તસવીર સૌજન્યઃ યોગેન શાહ
તસવીર સૌજન્યઃ યોગેન શાહ

છેલ્લા કેટલાય સમયથી સુહાના ખાનના ડેબ્યૂને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. તેના ડેબ્યૂની સૌ કોઈને રાહ હતી. સુહાનાએ પણ તેની એક્ટિંગ પ્રેમને લઈને વાત કરી હતી. અને લાગે છે કે તેનું સપનું સાચું થઈ રહ્યું છે.

સુહાના ખાન, જે લંડનની કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ છે તે પોતાની એક્ટિંગની જર્ની શરૂ કરવા માટે તૈયાર છે. તે એક ઈંગ્લિશ શોર્ટ ફિલ્મમાં જોવા મળશે. જેનું નામ છે ધ ગ્રે પાર્ટ ઑફ બ્લ્યૂ. આ ફિલ્મને સુહાનાનો જ ક્લાસમેટ થીઓ જીમેનો બનાવી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

#thegreypartofblue art by @olsdavis

A post shared by Theo Gimeno (@theodoregimeno) onAug 2, 2019 at 7:21am PDT


થીઓ જીમેનોએ આ ફિલ્મનું પોસ્ટર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યું છે. જો રે આ ફિલ્મમાં તેનો ચહેરો ગ્રાફિટી ફોર્મેટમાં જોવા મળી રહ્યો છે. થીઓએ આ ફિલ્મના ત્રણ પોસ્ટર્સ શેર કર્યા છે.

ડીસેમ્બર 2018માં તેણે સુહાના સાથેના ઘણા ફોટોસ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યા હતા. તેણે ફિલ્મના શૂટ સમયના ફોટોસ પણ પોસ્ટ કર્યા હતા.

 
 
 
View this post on Instagram

Wrapped up the first day of shoot for my new short film. Thank you to everyone who helped, it was a blessing❤️

A post shared by Theo Gimeno (@theodoregimeno) onDec 9, 2018 at 9:22am PST


સુહાના ખાન સાથે આ ફિલ્મમાં રોબિન ગોનેલા પણ છે. આ પહેલા પણ સુહાના ખાન સ્કૂલના નાટકનો વીડિયો વાયરલ થયો હતો અને શબાના આઝમીએ પણ તેના વખાણ કર્યા હતા. એક મહિના પહેલા જ ડ્રામામાં તેના પ્રદાન માટે તેને અવૉર્ડ પણ મળ્યો હતો.

આ પણ જુઓઃ કૌશાંબી ભટ્ટની ડાન્સરથી એક્ટર સુધીની સફરને જાણો ખૂબસૂરત તસવીરો સાથે..

સુહાનાએ પહેલા જ એક્ટિંગમાં કદમ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શાહરૂખ ખાને પણ કહ્યું હતું કે જ્યારે તેઓ સારા અભિનેતા બની જાય ત્યારે તેઓ એક્ટિંગમાં કદમ રાખશે. હવે તો ફિલ્મનું પોસ્ટર સામે આવી ગયું છે. અને ચાહકો તેની રાહ જોઈ રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK