સાઉ‌થના કૉમેડિયન વેનુ માધવનું 39 વર્ષની ઉંમરે મૃત્યુ

Published: Sep 26, 2019, 10:28 IST | હૈદરાબાદ

પૉપ્યુલર તેલુગુ ફિલ્મ કૉમેડિયન વેનુ માધવનું ગઈ કાલે મૃત્યુ થયું હતું. ૩૯ વર્ષના આ કૉમેડિયનને હૈદરાબાદની યશોદા હૉસ્પિટલમાં ઍડમિટ કરવામાં આવ્યો હતો.

વેનુ માધવ
વેનુ માધવ

પૉપ્યુલર તેલુગુ ફિલ્મ કૉમેડિયન વેનુ માધવનું ગઈ કાલે મૃત્યુ થયું હતું. ૩૯ વર્ષના આ કૉમેડિયનને હૈદરાબાદની યશોદા હૉસ્પિટલમાં ઍડમિટ કરવામાં આવ્યો હતો. તેને તરત જ લાઇફ સપોર્ટ પર મૂકવામાં આવ્યો હતો. જોકે ઘણાં બધા હેલ્થ ઇશ્યુને કારણે તેનું મૃત્યુ થયું હતું. યશોદા હૉસ્પિટલના પ્રવક્તા સંપત્તે કહ્યું હતું કે ‘વેનુ માધવને મંગળવારે સાંજે યશોદા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને ઘણા હેલ્થ ઇશ્યુ હતાં જે માટે તેને ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી હતી.’

આ પણ વાંચો : જ્યારે હ્રિતિકને 30,000 છોકરીઓએ લગ્ન માટે કર્યું હતું પ્રપોઝ

ગઈ કાલે બપોરે ૧૨:૨૧ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. વેનુ માધવને લિવર સિરૉસિસ, ડાયાબિટીસ, હાય બ્લડપ્રેશર અને કિડની ઇશ્યુ હતાં. તેનું ડાયાલિસિસ પણ ચાલી રહ્યું હતું. વેનુ માધવે ૧૯૯૬માં ‘સામ્પ્રાધયામ’ દ્વારા ઍક્ટિંગ કરીઅરની શરૂઆત કરી હતી. તેણે લગભગ ૧૭૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે મોટાભાગના સુપરસ્ટાર સાથે કામ કર્યું હતું. ૨૦૧૬માં આવેલી ‘સ્ટુડન્ટ્સ ગૅન્ગ’માં તે છેલ્લે જોવા મળ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK