Khichdi અને સારાભાઇ વર્સેસ સારાભાઇ ફરી આવી રહ્યા છે ટીવી પર

Published: Apr 04, 2020, 20:39 IST | Mumbai Desk

દર્શકોના મનોરંજન માટે વધુ બે લોકપ્રિય ટીવી શૉઝ આવી રહ્યા છે ખીચડી અને સારાભાઇ વર્સેસ સારાભાઈ.

લૉકડાઉન સ્થિતિ (COVID-19) દરમિયાન જ્યારે લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન રાખી રહ્યા છે, તો ઘણાં પુસ્તકો વાંચી રહ્યા છે તો કેટલાક મનોરંજન માટે ટીવી શૉઝ જોઇ રહ્યા છે. હવે દર્શકોના મનોરંજન માટે વધુ બે લોકપ્રિય ટીવી શૉઝ આવી રહ્યા છે ખીચડી અને સારાભાઇ વર્સેસ સારાભાઈ.

રામાયણ અને મહાભારત 80ના દાયકાના શૉ છે જે ફરી શરૂ કરવામાં આવ્યા છે. તો હવે તેના પછી 90ના દાયકાના લોકપ્રિય શૉ જેમ કે દેખ ભાઈ દેખ, સીઆઇડી, સર્કસ પણ ટેલીવિઝન પર જોઇ શકાય છે. હવે સમાચાર છે કે જેડી મજેઠિયાના બે સૌથી લોકપ્રિય શૉ ખીચડી અને સારાભાઈ વર્સેસ સારાભાઈ પણ ટેલિવિઝન પર ટેલિકાસ્ટ કરવામા આવશે. મોટા ભાગના શૉ સવારના કલાકોમાં બતાવવામાં આવશે.

આતિશ કપાડિયાના લેખન-નિર્દેશન અને આખી ટીમની સખત મહેનતને કારણે ખીચડી લોકપ્રિય શૉ બન્યો. સુપ્રિયા પાઠક, જેડી મજેઠિયા, અનંગ દેસાઇષ વંદના પાઠક અને રાજીવ મહેતા શૉમાં મુખ્ય કલાકાર હતા.

આ જ રીતે સારાભાઇ વર્સેસ સારાભાઇ આતિશ કપાડિયા અને દેવેન ભોજાની દ્વારા લખવામાં આવેલો શૉ છે જેમાં મીડલ ક્લાસ પરિવારમાંથી આવેલી મોનિષા અમીર સારાભાઈ પરિવારમાં લગ્ન કરે છે, ત્યાં તેનો અને તેના પરિવારજનો સાથે સતત સંધર્ષ થતો જોઇ શકાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK