Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોપ સ્ટાર રિહાનાનું ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ, કંગના રનોટનો વળતો પ્રહાર

પોપ સ્ટાર રિહાનાનું ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ, કંગના રનોટનો વળતો પ્રહાર

03 February, 2021 10:05 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પોપ સ્ટાર રિહાનાનું ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ, કંગના રનોટનો વળતો પ્રહાર

રિહાના, કંગના રનોટ

રિહાના, કંગના રનોટ


દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા બે મહિના કરતા વધૂ સમયથી ખેડૂતો સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂત આંદોલનને મોટા ભાગના લોકોનું સમર્થન મળી રહ્યું છે. અનેક રાજનેતાઓ અને બૉલીવુડ સેલેબ્ઝ આ આંદોલન સાથે સહમત હોવાનું દર્શાવી રહ્યા છે. ત્યારે હવે હૉલીવુપ પણ ખેડ઼ૂત સમર્થનમાં જોડાયું છે. પોપ સ્ટાર રિહાના (Rihanna)એ તાજેતરમાં જ ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કર્યું છે.

પોપ સ્ટાર રિહાનાએ ટ્વીટર પર એક ટ્વીટ કરીને ખેડૂતોના સમર્થનમાં હોવાનું દર્શાવ્યું છે. રિહાનાએ મંગળવારે સાંજે ખેડૂતોની કામગીરીને લગતા એક સમાચાર શેર કર્યા હતા. આ સમાચાર ખેડૂતોના પ્રદર્શન સ્થળની આસપાસ ઇન્ટરનેટ બંધ થવાના હતા. રિહાનાએ આ સમાચાર શેર કર્યા અને સાથે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘આપણે તેના વિશે કેમ વાત નથી કરી રહ્યા?’ સાથે જ પોપ સ્ટારે #FarmersProtest પણ મુક્યું છે.




રિહાનાના ટ્વીટ બાદ ખેડૂત આંદોલન ફરી ટ્વીટરમાં ટવીટ કરી રહ્યું છે. આ મામલે તેના ફેન્સ અને આંદોલનના સમર્થકો તેને ટેકા માટે આભાર માની રહ્યા છે. જોકે બૉલીવુડ અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut)એ પોપ સ્ટારને મુર્ખ કહી છે. સાથે જ તેના ટ્વીટર પર પ્રતિક્રિયા પણ આપી છે.


કંગના રનોટે રિહાનાને વળતો જવાબ આપતા ટ્વીટ કર્યું છે કે, ‘અહીં કોઈ પણ ખેડૂતોની વાત એટલે નથી કરી રહ્યું કેમ કે તેઓ ખેડૂતો નથી પણ આતંકીઓ છે, જે ભારતનું વિભાજન કરવા માંગે છે, જેથી ચીન જેવા દેશ અમારા દેશ પર કબજો જમાવી શકે, અને યુએસ જેવી ચીની કોલોની બનાવી નાખે. અમે તમારા જેવા મૂર્ખ નથી કે અમારા દેશને વેચી નાખીએ’.

તમને જણાવી દઈએ કે, રિહાના 32 વર્ષીય અમેરિકન સિંગર છે. જે ઉદારમતવાદી વિચારસરણી ધરાવે છે. તે મૂળે બાર્બાડોસની છે, પરંતુ તેની કર્મભૂમિ અમેરિકા રહી છે. આંતરરાષ્ટ્રીય ધોરણે ખ્યાતિ ધરાવતી રિહાના સેલિબ્રિટી, સિંગર, અભિનેત્રી અને બિઝનેસવુમન છે. તેના ટ્વીટર પર 10 કરોડથી વધુ ફોલોઅર્સ છે.

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2021 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK