પોપ આઇકોન બિયોન્સેએ ઘરમાં પાળી છે 80,000 મધમાખીઓ

Published: 3rd November, 2020 15:02 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો, દીકરીની સારવાર માટે આવું કર્યું

બિયોન્સે
બિયોન્સે

પોપ આઇકોન બિયોન્સે (Beyonce)એ તેના ઘરમાં 80,000 મધમાખીઓ પાળી છે. આનું કારણ તેની દીકરીઓ બ્લુ આઈવી અને રૂમી છે. તે બન્ને એલર્જી છે અને તેનો ઉપચાર માત્ર મધ છે. માટે બિયોન્સેએ તેના ઘરમાં જ બે મધમાખીના ટોપ લગાવ્યા છે. જેમાંથી દર વર્ષે ઘણું મધ મળે છે.

તાજેતરમાં વોગને આપેલા એક ઇન્ટરવ્યૂમાં બિયોન્સેએ ઘણી વાતો શૅર કરી છે તેમાં જ તેણે આ મધમાખીઓ ઘરમાં પાળી હોવાનો પણ ખુલાસો કર્યો છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેના વિશેની સૌથી ચોંકાવનારી વાત કઈ હશે તો તેણે મધમાખીઓનો ખુલાસો કર્યો. બિયોન્સે કહ્યું કે, મેં મારા ઘરમાં લગભગ 80,000 મધમાખીઓ પાળી છે. જેનું કારણ છે મારી દીકરીઓ, બ્લુ આઈવી અને રૂમી. તે બન્ને એલર્જી છે અને તેનો ઉપચાર માત્ર મધ છે. ઘરમાંથી જ મધ મળી રહે એટલે મેં આમ કર્યું છે.

આ ઈન્ટરવ્યૂમાં તેણે સફળતા પર પણ વાત કરી. તેણે કહ્યું મારી ફિલ્મો, કપડાંની કંપની જ મારા મારે મહત્ત્વના છે. બિયોન્સેએ તેના વર્ક કમિટમેન્ટને લઈને પણ જણાવ્યું. તેણે કહ્યું કે, એક વાર કમિટમેન્ટ આપ્યું તો તેના માટે સંપૂર્ણ ડેડિકેશન હોય છે. મારી સાથે રોક કરવા માટે ઘણી ધીરજની જરૂર હોય છે. મારી પ્રોસેસ થકવી દે એવી હોય છે. હું ક્યારેક ફૂટેજની દરેક સેકન્ડની સમીક્ષા કરું છું અને ઘણીવાર ફોરવર્ડ અને બેકવર્ડ કરીને તેની સમીક્ષા કરું છું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK