ગોવામાં કન્ટ્રોવર્શ્યલ ફોટોશૂટને કારણે પૂનમ પાન્ડેને કરવામાં આવી ડિટેઇન
પૂનમ પાંડે
પણજી : પૂનમ પાન્ડેની ગઈ કાલે ગોવામાં કન્ટ્રોવર્શ્યલ ફોટોશૂટને કારણે અરેસ્ટ કરવામાં આવી હતી. કોનાકોનામાં આવેલા ચાપોલી ડૅમ પર તે શૂટિંગ કરી રહી હતી. જો કે એ શૂટિંગ અશ્લીલ હોવાથી એના વિરુદ્ધ સાઉથ ગોવામાં પોલીસ-ફરિયાદ કરવામાં આવી હતી. પૂનમ નૉર્થ ગોવાની હોટેલમાં રહેતી હોવાથી કલન્ગુટ પોલીસ-સ્ટેશન દ્વારા તેને અરેસ્ટ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેને કોનાકોના પોલીસ સ્ટેશને હૅન્ડઓવર કરવામાં આવશે, કારણ કે ફરિયાદ સાઉથ ગોવામાં થઈ હતી. તેના બાકીના શૂટને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.