પુનમ પાંડે અને સેમ બોમ્બે ફરી એકસાથે

Published: Sep 27, 2020, 18:45 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કયા લગ્નમાં અપ્સ એન્ડ ડાઉન્સ નથી હોતા?

તસવીર સૌજન્યઃ સેમ બૉમ્બેનું અધિકૃત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ સેમ બૉમ્બેનું અધિકૃત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

તાજેતરમાં જ સેમ બૉમ્બે સાથે લગ્નના બંધનમાં બંધાયેલી અભિનેત્રી પૂનમ પાંડે (Poonam Pandey)ના પતિની મંગળવારે ગોવામાં ધરપકડ કરી લેવામાં આવી છે. પૂનમે પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. સેમ બૉમ્બે વિરુદ્ધ શારીરિક ઉત્પીડન અને ધાક ધમકીની સાથે મારપીટનો આરોપ છે.

પૂનમ પાંડેએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે સોમવારે રાતે તેના પતિએ તેને મોલેસ્ટ કરી અને મારપીટ કરી. એટલું જ નહીં પૂનમે એ પણ જણાવ્યું કે સેમ બૉમ્બેએ તેને પરિણામ ભોગવવાની ધમકી પણ આપી છે. એક અધિકારીએ જણાવ્યું કે ઘટના દક્ષિણ ગોવાના કેનાકોના ગામડામાં થઈ હતી. પૂનમની ફરિયાદ પછી તેના પતિ સેમ બૉમ્બેની ધરપકડ કરી લેવામાં આવી છે. જણાવવાનું કે હજી ગયા અઠવાડિયે જ પૂનમ પોતાના પતિ સાથે હનીમૂન માટે ગઈ હતી. દરમિયાન પૂનમ પતિ સેમ બૉમ્બે સાથે સિમ્પલ અવતારમાં જોવા મળી હતી. તેણે મંગળસૂત્ર, ચૂડો અને સેંથો પણ પૂર્યો હતો.

જોકે પુન પાંડેએ કહ્યું કે, અમે ગૂંચવણોને દૂર કરી રહ્યા છીએ. મુશ્કેલીઓનો ઉકેલ આવવામાં જ છે. જ્યારે બૉમ્બેએ કહ્યું કે, બધુ સોર્ટેડ છે.

પાંડેએ કહ્યું કે, અમે ફરી સાથે છીએ. તમને ખબર છે? અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. અમે એકબીજાના પ્રેમમાં ડૂબેલા છીએ. કયા લગ્નમાં અપ્સ એન્ડ ડાઉન્સ નથી હોતા?

બીગ બૉસ 14 બાબતે પુનમ પાંડેએ કહ્યું કે, હું આ શોમાં નથી જઈ રહી, આ શો માટે હું ખૂબ નાની વ્યક્તિ છું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK