Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Poonam Pandeyએ પતિ સેમ પર મૂક્યો મારપીટ અને ઉત્પીડનનો આરોપ

Poonam Pandeyએ પતિ સેમ પર મૂક્યો મારપીટ અને ઉત્પીડનનો આરોપ

22 September, 2020 08:32 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Poonam Pandeyએ પતિ સેમ પર મૂક્યો મારપીટ અને ઉત્પીડનનો આરોપ

પૂનમ પાંડે (ફાઇલ ફોટો)

પૂનમ પાંડે (ફાઇલ ફોટો)


તાજેતરમાં જ સેમ બૉમ્બે સાથે લગ્નના બંધનમાં બંધાયેલી અભિનેત્રી પૂનમ પાંડે (Poonam Pandey)ના પતિની મંગળવારે ગોવામાં ધરપકડ કરી લેવામાં આવી છે. પૂનમે પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. સેમ બૉમ્બે વિરુદ્ધ શારીરિક ઉત્પીડન અને ધાક ધમકીની સાથે મારપીટનો આરોપ છે.

પૂનમ પાંડેએ પોતાની ફરિયાદમાં કહ્યું કે સોમવારે રાતે તેના પતિએ તેને મોલેસ્ટ કરી અને મારપીટ કરી. એટલું જ નહીં પૂનમે એ પણ જણાવ્યું કે સેમ બૉમ્બેએ તેને પરિણામ ભોગવવાની ધમકી પણ આપી છે. એક અધિકારીએ જણાવ્યું કે ઘટના દક્ષિણ ગોવાના કેનાકોના ગામડામાં થઈ હતી. પૂનમની ફરિયાદ પછી તેના પતિ સેમ બૉમ્બેની ધરપકડ કરી લેવામાં આવી છે. જણાવવાનું કે હજી ગયા અઠવાડિયે જ પૂનમ પોતાના પતિ સાથે હનીમૂન માટે ગઈ હતી. દરમિયાન પૂનમ પતિ સેમ બૉમ્બે સાથે સિમ્પલ અવતારમાં જોવા મળી હતી. તેણે મંગળસૂત્ર, ચૂડો અને સેંથો પણ પૂર્યો હતો.



જણાવવાનું કે ચૂપચાપ લગ્ન પછી આ કપલે 10 સપ્ટેમ્બરના સોશિયલ મીડિયા પર લગ્નની જાહેરાત કરી હતી. જેના કૅપ્શનમાં પૂનમે લખ્યું હતું કે, "હું તમારી સાથે સાત જન્મોની આશા બાંધી રહી છું."


નોંધનીય છે કે વર્ષ 2011માં ભારતના ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા પર પોતાની નગ્ન તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની પૂનમ પાંડેની જાહેરાત બાદ તે રાતોરાત ચર્ચામાં આવી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2020 08:32 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK