Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > તેરી કિસ્મત મેં લિ’લ ચૅમ્પ્સ હૈ શાયદ

તેરી કિસ્મત મેં લિ’લ ચૅમ્પ્સ હૈ શાયદ

26 August, 2020 06:22 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

તેરી કિસ્મત મેં લિ’લ ચૅમ્પ્સ હૈ શાયદ

પૂનમ ઢિલ્લન

પૂનમ ઢિલ્લન


ઝીટીવીના પૉપ્યુલર રિયલિટી શો ‘લિ’લ ચૅમ્પ્સ’માં આ વીક-એન્ડમાં તમને પૂનમ ઢિલ્લન અને પદ્‍મિની કોલ્હાપુરે જોવા મળશે અને શોના કન્ટેસ્ટન્ટ આ બન્ને ઍક્ટ્રેસનાં પૉપ્યુલર ગીતો શોમાં રજૂ કરશે. મજાની વાત એ છે કે શો દરમ્યાન માધવ નામના ૧૧ વર્ષના કન્ટેસ્ટન્ટે ‘પ્રેમરોગ’નું સુપરહિટ ગીત ‘મેરી કિસ્મત મેં તું નહીં શાયદ...’ ગાયું અને એ સાંભળીને પૂનમ ઢિલ્લને તરત જ કહી દીધું કે માધવને હું અગાઉ મળી છું.

બન્યું હતું એવું કે પૂનમ ઢિલ્લન બે વર્ષ પહેલાં ચંડીગઢ ગઈ ત્યારે ત્યાં તેણે ‘મોહમ્મદ રફી નાઇટ’ નામની એક કૉન્સર્ટ જોઈ હતી, જેમાં ૯ વર્ષનો બાળક મોહમ્મદ રફી અને સુરેશ વાડકરના અવાજમાં ગીતો ગાતો હતો. પૂનમ એ જોઈને હતપ્રભ રહી ગઈ અને તેણે સ્ટેજ પર જઈને કહ્યું કે માધવે મુંબઈ આવીને રિયલિટી શોમાં ભાગ લેવો જોઈએ. એ ઘટના તો ત્યાં પૂરી થઈ ગઈ હતી અને માધવ બે વર્ષ પછી મુંબઈ આવ્યો પણ ખરો. પૂનમ ઢિલ્લનને એ વિશે કશી ખબર નહોતી. અનાયાસ તે પદ્‍મિની કોલ્હાપુરે સાથે ‘લિ’લ ચૅમ્પ્સ’માં ગેસ્ટ તરીકે ગઈ અને એને ત્યાં તેને માધવ મળ્યો. માધવ માટે પણ આ ઘટના સરપ્રાઇઝ હતી.



પૂનમ ઢિલ્લન અને પદ્‍મિની કોલ્હાપુરેનાં યાદગાર ગીતોની સફર શનિ-રવિના ‘લિ’લ ચૅમ્પ્સ’ના એપિસોડમાં જોવા-સાંભળવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2020 06:22 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK