ફરાઝ ખાનની તબિયતમાં સુધારો આવતાં મદદ કરનારાઓનો આભાર માન્યો પૂજા ભટ્ટે

Published: 24th October, 2020 18:08 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ફરાઝ ખાનની તબિયત હવે સુધારા પર છે

ફરાઝ ખાન, પૂજા ભટ્ટ (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ, મિડ-ડે આર્કાઈવ્સ)
ફરાઝ ખાન, પૂજા ભટ્ટ (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ, મિડ-ડે આર્કાઈવ્સ)

ફરાઝ ખાનની તબિયત હવે સુધારા પર છે એવામાં તેની મદદ કરનારાઓનો પૂજા ભટ્ટે આભાર માન્યો છે. થોડા સમય પહેલાં જ પૂજા ભટ્ટે ટ્વીટ કર્યું હતું, ‘ફરાઝ ખાનની તબિયત સારી નથી એથી તેની મદદ કરો.’ પૂજાએ તો મદદ કરી હતી. જોકે આ વાત ધ્યાનમાં આવતાં સલમાન ખાને પણ તરત મદદ માટે હાથ લંબાવ્યો હતો. ફરાઝ વિશે વધુ માહિતી આપતાં ટ્વિટર પર પૂજા ભટ્ટે ટ્વીટ કર્યું હતું, ‘હું એ તમામ લોકોની આભારી છું જેમણે ફરાઝ ખાન સંદર્ભે માહિતી આપી અને તેની ટ્રીટમેન્ટ માટે યોગદાન આપ્યું. તેની તબિયતમાં સુધારો આવ્યો છે અને તેની ફૅમિલીએ આજની તારીખમાં ૨૫ લાખમાંથી ૧૪,૪૫,૭૪૭ રૂપિયા જમા કરી લીધા છે. હજી પણ તેમને મદદની જરૂર છે એટલે મદદ કરો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK