બોલ્ડનેસને કારણે સતત ચર્ચામાં રહેતી પૂજા બેદી, આ એડને કારણે DDએ કરી બૅન

Published: May 11, 2020, 16:34 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

પૂજાએ 90ના દાયકાની ફિલ્મોમાં કામ કર્યું તે દરમિયાન ન તો વધારે બોલ્ડ કોન્ટેન્ટ હતું, કે ન તો એક્ટ્રેસ વધારે બોલ્ડ દેખાતી હતી.

પૂજા બેદી
પૂજા બેદી

બોલીવુડ અભિનેતા કબીર બેદીની દીકરી અને બોલીવુડ અભિનેત્રી પૂજા બેદી આજે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રી ઘણાં વર્ષોથી મોટા પડદા અને લાઇમલાઇટની દુનિયાથી દૂર છે. પણ એક સમય હતો જ્યારે પૂજા બેદી સતત ચર્ચાઓમાં છવાયેલી રહેતી, પોતાની ફિલ્મોને કારણે નહીં પણ પોતાની બોલ્ડનેસને કારણે. પૂજાએ 90ના દાયકાની ફિલ્મોમાં કામ કર્યું તે દરમિયાન ન તો વધારે બોલ્ડ કોન્ટેન્ટ હતું, કે ન તો એક્ટ્રેસ વધારે બોલ્ડ દેખાતી હતી. પણ તે સમયમાં પૂજાએ પોતાના બોલ્ડ લૂકથી ફક્ત બધાને ચોંકાવ્યા જ નહીં પણ તેને કારણે કે વિવાદોમાં પણ સંપડાઇ.

 
 
 
View this post on Instagram

"Once upon a time" ..... isn't that how all fairy tales start?

A post shared by POOJA BEDI (@poojabediofficial) onMar 19, 2017 at 10:46am PDT

પૂજાએ 1991માં ફિલ્મ 'વિષકન્યા' દ્વારા બોલીવુડમાં ડેબ્યૂ કર્યો. પણ તેને ઓળખ મળી આમિર ખાનની ફિલ્મ 'જો જીતા વહી સિકંદર' દ્વારા. આ ફિલ્મમાં પૂજાએ એક મૉડર્ન અને બોલ્ડ છોકરીનું પાત્ર ભજવ્યું હતું જે ખૂબ જ ચર્ચિત રહ્યું. ત્યાર બાદ પૂજાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું, જેમ કે લુટેરે, ફિર તેરી કહાની યાદ આએ, આતંક હી આતંક, અને શક્તિ... પણ કોઇપણ ફિલ્મ ચાલી નહીં અને ટૂંક સમયમાં જ પૂજાએ ફિલ્મ જગતને અલવિદા કહી દીધું.

 
 
 
View this post on Instagram

A little pampering goes a long way ....

A post shared by POOJA BEDI (@poojabediofficial) onNov 10, 2016 at 9:39pm PST

ફિલ્મો સિવાય પૂજાએ એડ અને ટીવી શૉઝમાં પણ કામ કર્યું છે. પૂજાની એક એડ તો એટલી બોલ્ડ હતી કે દૂરદર્શને તે ચલાવવાની ના પાડી દીધી હતી. 90ના દાયકામાં પૂજાએ કૉન્ડોમની એક એડમાં કામ કર્યું હતું. કૉન્ડોમનું નામ હતું 'કામસૂત્ર'. આ એડમાં એક્ટ્રેસ સાથે મૉડલ માર્ક રૉબિનસન પણ દેખાયા હતા. આ એડને કારણે પૂજા ખૂબ જ ચર્ચામાં રહી હતી. તેને ઘણો વિરોધ સહન કરવો પડ્યો હતો.

 
 
 
View this post on Instagram

Bliss....

A post shared by POOJA BEDI (@poojabediofficial) onAug 23, 2016 at 12:58am PDT

હકીકતે, એડના નિર્માતા અલીક પદમસીએ જ્યારે એડ બનાવ્યા પછી દૂરદર્શનને બતાવી તો તેમણે આ એડ દર્શાવવાની એ કહીને ના પાડી દીધી કે આ ખૂબ જ બોલ્ડ છે. આ એડને કારણે પૂજાને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અહીં સુધી કે દૂરદર્શને તેને બૅન કરી દીધી હતી. આ સિવાય પૂજા ડાન્સ રિયાલિટી શૉ 'ઝલર દિખલાજા', 'બિગ બૉસ સીઝન 5', 'નચ બલિએ 3', 'ખતરો કે ખિલાડી'માં પણ દેખાઇ ચૂકી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK