Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પૂજા બત્રાએ લગ્નની પહેલી વર્ષગાંઠ પર શૅર કરી અનસીન તસવીરો, જુઓ અંદાજ

પૂજા બત્રાએ લગ્નની પહેલી વર્ષગાંઠ પર શૅર કરી અનસીન તસવીરો, જુઓ અંદાજ

06 July, 2020 07:28 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પૂજા બત્રાએ લગ્નની પહેલી વર્ષગાંઠ પર શૅર કરી અનસીન તસવીરો, જુઓ અંદાજ

પૂજા બત્રા અને નવાબ શાહ

પૂજા બત્રા અને નવાબ શાહ


બોલીવુડ અભિનેત્રી પૂજા બત્રા અને નવાબ શાહના લગ્નને એક વર્ષ થઈ ગયું છે. બન્ને કલાકારોએ ગયા વર્ષે જુલાઇમાં લગ્ન કર્યા હતા. જેમાં પરિવાર અને ખાસ મિત્રો સામેલ થયા હતા. એવામાં પૂજા બત્રા અને નવાબ શાહે પોતાના લગ્નની પહેલી વર્ષગાંઠ લૉકડાઉનમાં ઉજવી. આ ખાસ અવસરે પૂજા બત્રાએ લગ્ન સાથે જોડાયેલી કેટલીક અનસીન તસવીરો શૅર કરી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે, સાથે જ ચાહકો પણ આ તસવીરો પ કોમેન્ટ્સ કરી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

A whole life time can lead to a moment Happy 1st Anniversary ♥️ #julyisforlovers

A post shared by Pooja Batra Shah (@poojabatra) onJul 3, 2020 at 9:00pm PDT




પૂજા બત્રાની આ તસવીરમાં નવાબ શાહ અને અભિનેત્રી લગ્નના વસ્ત્રોમાં દેખાય છે. તો, સાથે જ બન્ને કલાકારોએ મમ્મી-પપ્પા પણ દેખાય ચે. પોતાની પહેલી તસવીરમાં પૂજા પિન્ક ગાઉનમાં દેખાય છે તો નવાબ શાહ બ્રાઉન બ્લેઝર અને જીન્સમાં જોવા મળે છે. તો, અન્ય તસવીરોમાં જ્યાં પૂજા બત્રા ગ્રીન અને ઑરેન્જ સાડીમાં દેખાય છે તો નવાબ શાહ કુર્તા સાથે પાયજામો પહેરેલા જોવા મળે છે. તેની પોસ્ટ પર કેટલાય ફિલ્મી અને ટીવી કલાકારોએ પણ વર્ષગાંઠની વધામણી આપી છે.


જણાવવાનું કે પૂજા બત્રાએ પોતાના એક્ટિંગ કરિઅર દરમિયાન 'વિશ્વ વિધાતા', 'કહીં પ્યાર ના હો જાએ', 'જોડી નંબર વન', 'વિરાસત', 'ભાઇ' અને 'નાયક' જેવી કેટલીય ફિલ્મોમાં કામ કર્યું છે. એક્ટ્રેસ છેલ્લે વર્ષ 2017માં આવેલી ફિલ્મ મિરર ગેમમાં જોવા મળી હતી. તો નવાબ શાહ 'અબ તક મુસાફિર', 'લક્ષ્ય', 'ડૉન 2', 'ભાગ મિલ્ખા ભાગ' અને 'દિલવાલે' જેવી ફિલ્મોમાં દેખાઇ ચૂક્યા છે. નવાબ શાહ પહેલા પૂજા બત્રાએ 2002માં ઑર્થોપેડિક સર્જન સોનૂ આહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા, જો કે આ બન્નેના લગ્ન સફળ ન થયા અને આ બન્ને 2011માં અલગ થઈ ગયા.

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2020 07:28 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK