Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોલેન્ડે અમિતાભ બચ્ચનના પિતાને અનોખા અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ

પોલેન્ડે અમિતાભ બચ્ચનના પિતાને અનોખા અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ

26 October, 2020 03:57 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પોલેન્ડે અમિતાભ બચ્ચનના પિતાને અનોખા અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ


બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના પિતા તથા કવિ ડૉ. હરિવંશ રાય બચ્ચન (Dr. Harivansh Rai Bachchan)ના નામ પર પોલેન્ડના વ્રોકલા શહેરના એક ચાર રસ્તાનું નામ રાખવામાં આવ્યું છે. આ રીતે પોલેન્ડે અનોખા અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી છે. આ વાતની માહિતી બિગ બીએ સોશ્યલ મીડિયા દ્વારા આપી હતી.

અમિતાભ બચ્ચને ઈમોશનલ થઈને કહ્યું હતું, 'વ્રોકલા, પોલેન્ડના સિટી કાઉન્સિલે એક ચાર રસ્તાનું નામ મારા પિતાના નામ પર રાખવાનો નિર્ણય લીધો છે. દશેરા પર આનાથી સારી કોઈ ગિફ્ટ હોઈ શકે નહીં. પરિવાર, વ્રોકલાના ભારતીય સમુદાય તથા ભારત માટે ગર્વની ક્ષણ. જય હિંદ.'




બિગ બીએ ટ્વિટર પર પણ આ અંગેની ટ્વીટ કરી હતી. આ સાથે તેમણે રામચરિત માનસની એક ચોપાઈ તથા તેનો અર્થ સમજાવ્યો હતો.


પોલેન્ડમાં પહેલા પણ હરિવંશ રાય બચ્ચનનું સન્માન કરવામાં આવ્યું હતું ગયા વર્ષે ડિસેમ્બરમાં પોલેન્ડના એક ચર્ચમાં ડૉ. હરિવંશ રાય બચ્ચન માટે પ્રાર્થના યોજવામાં આવી હતી. અહીંયાના લોકોનો પ્રેમ જોઈને બિગ બી ભાવુક થઈ ગયા હતા અને તેમણે પ્રાર્થનાની તસવીર સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. ત્યારે બિગ બીએ પોસ્ટમાં કહ્યું હતું કે, 'યુરોપના સૌથી જૂના ચર્ચમાંથી એક. પોલેન્ડમાં બાબુજી માટે પ્રાર્થના યોજાઈ. દિલને સ્પર્શી જતી અને ભાવુક કરતી ક્ષણ. તેમની આત્માને શાંતિ તથા પ્રેમ મળ્યો હશે. આ સન્માન માટે બિશપ તથા પોલેન્ડની જનતાનો આભાર.'

આ વર્ષે જુલાઈમાં પોલેન્ડની એક કોલેજના વિદ્યાર્થીઓએ ડૉ. હરિવંશ રાય બચ્ચનની 'મધુશાલા'નું પઠન કર્યું હતું. જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો હતો. બિગ બીએ આ વીડિયો સોશ્યલ મીડિયામાં શૅર કરીને કહ્યું હતું, 'મારી આંખોમાંથી આંસુ વહેવવા લાગ્યા. વ્રોકલા, પોલેન્ડને યુનેસ્કો સિટી ઓફ લિટરેચરથી સન્માનિત કરવામાં આવ્યું છે. આજે તેમણે યુનિવર્સિટીના ટેરેસ પર બાબુજીની મધુશાલાનું પઠન કર્યું. તેમણે સંદેશો આપ્યો કે વ્રોકલા ડૉ. હરિવંશ રાય બચ્ચનનું શહેર છે.'

તે સમયે બિગ બી પોતાની ફિલ્મ 'ચેહરે'નું શૂટિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મને રૂમી જાફરીએ ડિરેક્ટ કરી છે. આ દરમિયાન તેઓ ચર્ચમાં યોજાયેલી પ્રાર્થનામાં હાજર રહ્યા હતા.

આમ પોલેન્ડ શહેર અને હરિવંશરાય બચ્ચન તથા અમિતાભ બચ્ચનને એક જુદુ કનેક્શન હંમેશા રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2020 03:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK