અનુપમ ખેરની મમ્મીની જન્મદિવસની શુભેચ્છાથી ભાવુક થયા નરેન્દ્ર મોદી

Published: Sep 19, 2019, 11:27 IST | મુંબઈ

નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેમને દુનિયાભરમાંથી શુભેચ્છાઓ મળી હતી.

અનુપમ ખેર માતા સાથે
અનુપમ ખેર માતા સાથે

નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેમને દુનિયાભરમાંથી શુભેચ્છાઓ મળી હતી. મંગળવારે તેઓ ૬૯ વર્ષના થયા હતા અને અનુપમ ખેરની મમ્મી દુલારીની શુભેચ્છાથી તેઓ ગદગદ થઈ ગયા હતા.

modi

નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપતાં વિડિયો શેર કરી અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે ‘મમ્મી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીને શુભેચ્છા પાઠવવા ઇચ્છતી હતી. એથી મેં તેનો મૅસેજ રેકૉર્ડ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે જ્યારે કહ્યું કે ‘આને તો દો’ ત્યારે મને અહેસાસ થયો કે તે એવી આશા રાખી રહી હતી નરેન્દ્ર મોદી ફેસ ટાઇમ કરી રહ્યાં છે. તે ખૂબ જ ઇનોસન્ટ છે. હૅપી બર્થડે સર. દુલારી રોક્સ.’

આ પણ વાંચો : મૌની રોયની કાર પર પડ્યો મોટો પથ્થર, માંડ માંડ બચી, જુઓ વીડિયો

અનુપમ ખેરનો આ વિડિયો જોયા બાદ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે ‘ડિયર અનુપમ ખેર, તારી શુભેચ્છાથી હું ગદગદ થઈ ગયો છું. ખાસ કરીને તારી મમ્મીની. તેમની શુભેચ્છા અને આર્શિવાદ માટે ખાસ તેમનો આભાર માનું છું. એનાથી મને ખૂબ જ શક્તિ મળી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK