Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લતાદીદીને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી નરેન્દ્ર મોદીએ

લતાદીદીને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી નરેન્દ્ર મોદીએ

29 September, 2020 01:11 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લતાદીદીને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી નરેન્દ્ર મોદીએ

લતા મંગેશકર અને નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

લતા મંગેશકર અને નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)


નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ફોન કરીને લતા મંગેશકરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેઓ ગઈ કાલે ૯૧ વર્ષનાં થયાં હતાં. પચાસ વર્ષથી પણ વધુના સમય માટે લતા મંગેશકરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજ કર્યું હતું. તેમને અગણિત અવૉર્ડ્સ મળ્યા છે જેમાં ભારત રત્નનો પણ સમાવેશ થાય છે. તેમને ફોન કરીને શુભેચ્છા પાઠવ્યા બાદ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે ‘મેં માનનીય લતાદીદી સાથે વાત કરી અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમના હેલ્ધી અને લાંબા જીવન માટે પ્રાર્થના કરું છું. તેઓ ભારતના ઘર-ઘરમાં જાણીતું નામ છે. તેમના આશીર્વાદ મને હંમેશાં મળતા હોવાથી હું પોતાને ખૂબ જ નસીબદાર માનુ છું.’


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2020 01:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK