Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Box Office Collection:5 દિવસમાં PM Narendra Modiએ કરી આટલી કમાણી

Box Office Collection:5 દિવસમાં PM Narendra Modiએ કરી આટલી કમાણી

29 May, 2019 02:00 PM IST |

Box Office Collection:5 દિવસમાં PM Narendra Modiએ કરી આટલી કમાણી

પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મમાં વિવક ઓબરોય

પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મમાં વિવક ઓબરોય


પીએમ નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' પાસેથી ઘણી આશા રાખવામાં આવી રહી છે, જો કે ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' બોક્સ ઓફિસ પર ખાસ કલેક્શન કરી શકી નથી. 'પીએમ નરેન્દ્ર મોદી' રિલીઝના 5મા દિવસે ફિલ્મે ખાસ કમાણી કરી હતી નહી. રિલીઝના 5મા દિવસે પણ ફિલ્મની આવકનો ગ્રાફ ખાસ ઉપર નથી ગયો, જેની પાછળનું એક કારણ વર્કિંગ ડે પણ માનવામાં આવી રહ્યો છે.

પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ લોકસભા ચૂંટણી 2019ના પરિણામના બીજા દિવસે જ રિલીઝ કરવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું હતું કે, પરિણામની અસર ફિલ્મ પર જોવા મળશે અને ફિલ્મ સારી કમાણી કરશે. 5 દિવસના અંતે પીએમ મોદીએ કુલ 16.19 કરોડની કમાણી કરી છે. પહેલા ફિલ્મ 24 ફેબ્રુઆરીના રિલીઝ થવાની હતી જો કે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીના કારણે બૅન મુકાતા ફિલ્મ ઈલેક્શનના પરિણામ જાહેર થયા પછી 24મેના રિલીઝ કરવામાં આવી હતી.



ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીએ રિલીઝના પહેલા વીકેન્ડમાં 11 કરોડ 76 લાખ રુપિયાની કમાણી કરી હતી. ફિલ્મની ઓપનિંગ પણ એવરેજ રહી હતી. શુક્રવારે ફિલ્મે 2.88 કરોડની કમાણી કરી હતી જ્યારે શનિવારે 3.76 કરોડ અને રવિવારે 5.12 કરોડની કમાણી કરી હતી. વીકેન્ડમાં સારી કમાણી બાદ આશા રાખવામાં આવી રહી હતી કે ફિલ્મની આવકનો ગ્રાફ વધશે જો કે સોમવારે ફરી એકવાર ગ્રાફ નીચે આવતા 2.41 કરોડની કમાણી કરી હતી.


આ પણ વાંચો: Video: જીમિત ત્રિવેદીએ ગુજરાતીમા કર્યું RAP, જુઓ શું હતી જીમિતની સરપ્રાઈઝ

પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ ઓમંગ કુમારે ડિરેક્ટ કરી છે, જ્યારે વિવેક ઓબરોય લીડ રોલમાં જોવા મળ્યો છે. ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટુડન્ટ લાઈફથી લઈને તેમના પીએમ બનવા સુધીનની સ્ટોરી બતાવવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2019 02:00 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK