ન્યૂઝ ચેનલ્સની અપમાનજનક ટિપ્પણી બાદ બોલીવુડ નારાજ, HC પહોંચ્યા નિર્માતા

Published: 12th October, 2020 19:39 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

કોર્ટ પહોંચનારા ચાર બોલીવુડ સંગઠનો અને 34 ફિલ્મ નિર્માતાઓએ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ વિભિન્ન મુદ્દે મીડિયા ટ્રાયલ ચલાવવાથી અટકાવવાની પણ માગ કરી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

બોલીવુડના અનેક દિગ્ગજ ફિલ્મ નિર્માતાઓએ સોમવારે ન્યૂઝ ચેનલ રિપબ્લિક ટીવી અને ટાઇમ્સ નાઉ વિરુદ્ધ દિલ્હી હાઇકૉર્ટનો દરવાજો ખખડાવ્યો. ફિલ્મ નિર્માતાઓએ આ બન્ને ચેનલ્સને ફિલ્મ ઉદ્યોગ પ્રત્યે કહેવાતી રીતે ગેરજવાબદારીપૂર્ણ અને અપમાનજનક ટિપ્પણીઓ પ્રકાશિત કરવાથી અટકાવવાની માગ કરી. કોર્ટ પહોંચનારા ચાર બોલીવુડ સંગઠનો અને 34 ફિલ્મ નિર્માતાઓએ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ વિભિન્ન મુદ્દે મીડિયા ટ્રાયલ ચલાવવાથી અટકાવવાની પણ માગ કરી.

ફિલ્મ નિર્મતાનઓ અને બોલીવુડ સંગઠનો તરફથી નોંધવામાં આવેલા કેસમાં ઉદ્યોગ સાથે જોડાયેલી વ્યક્તિઓની ગોપનીયતાના અધિકાર સાથે હસ્તક્ષેપ કરતા અટકાવવાની માગ કરી છે. તેમણે રિપબ્લિક ટીવી, આના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી, રિપોર્ટર પ્રદીપ ભંડારી ટાઇમ્સ નાઉ, આના એડિટર ઇન ચીફ રાહુલ શિવશંકર, ગ્રુપ એડિટર નવિકા કુમાર તેમજ અજ્ઞાત પ્રતિવાદીઓ સાથે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ પર પણ બોલીવુડ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.

ડીએસકે લીગલ ફર્મ તરફથી નોંધાયેલા કેસમાં કહેવામાં આવ્યું છે કે આ પગલું એટલે લેવામાં આવ્યું છે કારણકે આ ચેનલ બોલીવુડ વિરુદ્ધ ખૂબજ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી રહ્યા હતા. તેમણે બોલીવુડને ગંદકી ભર્યો કહ્યું અને એ પ્રકારની વાતો કહી કે બોલીવુડમાં ફેલાયેલી ગંદકી સાફ કરવાની જરૂર છે, અરબના બધા ઇત્તર પણ અહીં ફેલાયેલી ગંદકીની દુર્ગંધ દૂર નહીં કરી શકે, આ દેશનો સૌથી ખરાબ ઉદ્યોગ છે અને એલએસડી અને કોકેન બોલીવુડમાં ભરાયેલું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK