ઈશાન ખટ્ટરને ‘ખાલીપીલી’માં હીરોનું પાત્ર ભજવીને અલગ પ્રકારનો આનંદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે અનન્યા પાન્ડે પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ સિવાય ઈશાન હૉરર-કૉમેડી ‘ફોન બૂથ’માં કૅટરિના કૈફ સાથે જોવા મળવાનો છે. ‘ખાલીપીલી’ વિશે ઈશાને કહ્યું કે ‘ફિલ્મ ‘ખાલીપીલી’ સ્ટાઇલિશ અને થ્રિલિંગથી ભરપૂર રાઇડ છે. આ મારી પહેલી હીરોવાળી ફિલ્મ છે. મેં અત્યાર સુધી જે પણ કૅરૅક્ટર્સ કર્યાં છે પછી એ ‘બિયૉન્ડ ધ ક્લાઉડ્સ’ હોય કે ‘ધડક’ હોય, હું પહેલેથી જ જાણતો હતો કે એમાં હીરોનો રોલ નથી. એ પાત્ર ભજવવું એ સ્ટોરીની વિરુદ્ધમાં છે, એથી ‘ખાલીપીલી’માં હીરોનું પાત્ર ભજવવામાં મને અલગ પ્રકારનો આનંદ અને સંતુષ્ટિ મળે છે.’
હું કોઈ પણ વસ્તુને ગંભીરતાથી નથી લેતો : રાઘવ જુયાલ
25th February, 2021 14:00 ISTહું છેલ્લાં ૨૦ વર્ષથી કામ કરું છું : સલિલ અંકોલા
25th February, 2021 13:57 ISTમારે ફિલ્મ અથવા તો વેબ-સિરીઝ ડિરેક્ટ કરવી છે : ધર્મેશ યેલાન્ડે
25th February, 2021 13:51 ISTફોર મોર શૉટ્સ પ્લીઝની સીઝન ૩ને લઈને ઉત્સુક છે કીર્તિ કુલ્હારી
25th February, 2021 13:45 IST