પહેલા અઠવાડિયાના અંતે PK અને હૅપી ન્યુ યર કરતાં પણ આગળ બજરંગી ભાઈજાન

Published: 25th July, 2015 05:36 IST

પાકિસ્તાનમાં પણ તડાકો પડ્યો
બૉલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ માત્ર ભારતમાં જ રેકૉર્ડ નથી તોડી રહી, એ પાકિસ્તાનની બૉક્સ-ઑફિસ પર પણ હિટ થઈ છે. આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં કરાચી અને ઇસ્લામાબાદમાં ૩૦ લાખ રૂપિયા (૬૦ લાખ પાકિસ્તાની રૂપિયા)નો બિઝનેસ કર્યો હતો.કબીર ખાનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ પાકિસ્તાનમાં પણ ૧૭ જુલાઈએ રિલીઝ થઈ હતી અને એણે પાકિસ્તાનની ફિલ્મો ‘બિન રોયે’ અને ‘રૉન્ગ નંબર’ના કલેક્શનને પાછળ મૂકી દીધું હતું.


દરમ્યાન ફિલ્મને ભારતના બૉક્સ-ઑફિસ પર હજી જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રથમ અઠવાડિયામાં ૧૮૪.૬૨ કરોડ રૂપિયાનું કલેક્શન મેળવીને આમિર ખાનની PK (૧૮૩.૦૯ કરોડ રૂપિયા) અને શાહરુખ ખાનની ‘હૅપી ન્યુ યર’ (૧૫૭.૫૭ કરોડ રૂપિયા)ને એણે પાછળ મૂકી દીધી હોવાનું ટ્રેડ-ઍનલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK