સલમાન ખાનની ફિલ્મ 'ભારત' નવી મુસીબતમાં! કોર્ટમાં પહોંચ્યો મામલો

Updated: May 31, 2019, 10:23 IST | નવી દિલ્હી

સલમાન ખાનની ફિલ્મ ભારત મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ફિલ્મના ટાઈટલની વિરુદ્ધમાં દિલ્હી હાઈકોર્ટમાં અરજી થઈ છે.

મુસીબતમાંં સલમાન ખાનની ફિલ્મ!
મુસીબતમાંં સલમાન ખાનની ફિલ્મ!

ઈદ પર રીલિઝ થનારી સલમાન ખાન(Salman khan) અને કેટરિના કૈફ(katrine kaif)ની ફિલ્મ ભારત(bharat) નવી મુસીબતમાં પડી શકે છે. ફિલ્મની સામે દિલ્હી હાઈકોર્ટમાં ગુરૂવારે એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ફિલ્મનું નામ બદલવાની માંગ કરવામાં આવી છે. અરજી કરનાર વિકાસ ત્યાગીનું કહેવું છે કે ફિલ્મનું નામ 'ભારત' છે, જેનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે. ફિલ્મ અમારા મહાન દેશ ભારતની સંસ્કૃતિ અને રાજનૈતિક છબીને વિકૃત કરી રહી છે. એ પણ દલીલ કરવામાં આવી છે કે ફિલ્મનું નામ એમ્બ્લેમ્સ એન્ડ નેમ્સ એક્ટના સેક્શન-3નું ઉલ્લંઘન કરે છે.

કેવી રીતે પડ્યું ફિલ્મનું નામ?

 નિર્દેશક અલી અબ્બાસ ઝફરે ખુલાસો કર્યો છે કે આખરે સલમાન ખાનની ફિલ્મનું નામ 'ભારત' કેવી રીતે પડ્યું. તેમણે કહ્યું કે ફિલ્મનું ટાઈટલ નક્કી કરવા માટે તેમણે અનેક પૌરાણિક પુસ્તકોનો સહારો લીધો. લાંબા સમય સુધી તેમણે હીરોના નામ પર પણ વિચાર કર્યો હતો. PTIને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, 'મને લાગ્યું કે પૌરાણિક કથાઓમાં રામ એક આદર્શ નાયક છે. શું કિરદારનું નામ અર્જુન રાખી શકાય છે, કારણ કે તેમને ધર્મ, કર્મ માટે કામ કરી રહ્યો છે? કે પછી તેને એક નિઃસ્વાર્થ નાયક 'કર્ણ' નામ આપી શકાય છે. તેમણે કહ્યું કે, મને લાગ્યું કે તેનું નામ દેશના નામ પર રાખી શકાય. એક રાત્રે 3 વાગ્યે, હું પડખા ફરી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો ત્યારે મને ભારત નામ મળ્યું.'

5 જૂને રીલિઝ થવાની છે ફિલ્મ

સલમાન ખાનની આ ફિલ્મ અબ્બાસ ઝફરે ડાયરેક્ટ કરી છે. ફિલ્મ આ ઈદના દિવસે 5 જૂને રિલીઝ થવા જઈ રહી છે. ટ્રેલર આવતાની સાથે સોશિયલ મીડિયા પર ભારતના ફેન્સે પણ બેસ્ટ ટ્રેલરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. ફિલ્મમાં સલમાન ખાન સાથે કેટરિના કેફ જોવા મળશે. સલમાન-કેટરિનાની જોડીને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ સલમાન ખાનને પણ નહોતી ખબર, કિસ્મત બદલી દેશે એક ઈદ

સલમાન ખાન જોવા મળશે અલગ અલગ લૂક્સમાં

ભારતમાં સલમાન ખાન અલગ અલગ લૂકમાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલરની શરુઆત સલમાન ખાન અને દિશા પટની સાથે સર્કસમાં થાય છે જેમા સલમાન મોતના કૂવામાં બાઈક ચલાવતા જોવા મળે છે. મોતના કૂવાથી કોલસાની ખાણ એમ એક પછી એક સ્ટોરી ટ્રેલરમાં જોવા મળી રહ્યા છે. ટ્રેલરમાં જોવા મળી રહેલા ડાયલોગ પણ ઘણા પસંદ કરવામાં આવી રહ્યાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK