Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટીવી રાઈટર ગૌતમ હેગડેની બર્થડે પાર્ટીમાં સોશ્યલ ડિસટન્સિંગની ઐસીકીતૈસી

ટીવી રાઈટર ગૌતમ હેગડેની બર્થડે પાર્ટીમાં સોશ્યલ ડિસટન્સિંગની ઐસીકીતૈસી

23 June, 2020 04:25 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ટીવી રાઈટર ગૌતમ હેગડેની બર્થડે પાર્ટીમાં સોશ્યલ ડિસટન્સિંગની ઐસીકીતૈસી

ગૌતમ હેગડેની બર્થડે પાર્ટીની તસવીર

ગૌતમ હેગડેની બર્થડે પાર્ટીની તસવીર


કોરોના વાયરસ (COVID-19) મહામારીના આ સમયમાં સરકારથી માંડીને સેલેબ્ઝ સુધી સહુ કોઈ સાવધાન રહેવાની સલાહ આપી રહ્યાં છે. ત્યારે ટીવી ર્સ્ટાસની એક હરકતથી ફૅન્સ બહુ નિરાશ થયા છે. તાજેતરમાં ટીવી અને ફિલ્મોના રાઈટર ગૌતમ હેગડેએ જન્મદિવસની ઉજવણી કરી હતી. જેમાં અનેક ટીવી ર્સ્ટાસ હાજર રહ્યાં હતા. પરંતુ ત્યા સોશ્યલ ડિસ્ટન્સિંગના કોઈ જ નિયમોનું પાલન કરવામાં નહોતું આવ્યું આ બર્થડે પાર્ટીની તસવીરો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થઈ છે અને ફૅન્સ ર્સ્ટાસને ટ્રોલ પણ કરી રહ્યાં છે. તેમજ તેમનાથી નારાજ પણ છે.

ગૌતમ હેગડેની બર્થડે પાર્ટીમાં કરણ વાહી, મોહિત સહગલ, સનાયા ઈરાની, આશા નેગી, રિદ્ધિ ડોગરા, અક્ષય ડોગરા, મિયાંગ ચેંગ સહિત બીજા ટીવી સેલેબ્ઝ હાજર હતા. આ દરમ્યાન બધા ગ્રુપ સેલ્ફી લઈ રહ્યાં હતા. ફોટોમાં દરેક સેલેબ્ઝે માસ્ક તો પહેર્યા છે, પરંતુ સોશ્યલ ડિસટન્સિંગનો અભાવ છે.



મોહિત સહગલે બર્થડે પાર્ટીની તસવીરો શૅર કરતા લખ્યું હતું કે, હેપી લૉકાડઉન બર્થ ડે મારા દોસ્ત. તારા જન્મદિવસપર કંઈક તો જુદુ થવાનું જ હતું. હું આશા રાખુ છું કે અમે બધી સુચનાઓનું પાલન કર્યું હશે. ચપ્પલ ઘરની બહાર કાઢવા, હાથને સેનિટાઈઝ કરવા, હંમેશા માસ્ક પહેરવું. પરંતુ માસ્કના ચક્કરમાં કૅક ખાવાની તો રહી જ ગઈ. ઠીક છે પણ, કોઈ વાંધો નહીં. તારો દિવસ સારો રહે. મોહિતે પોસ્ટ કરેલી તસવીરોમાં સોશ્યલ ડિસટન્સિંગનો અભાવ હતો.



સનાયા ઈરાનીએ કૅકે કાપતી તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી. એમા તો તેણે માસ્ક પણ નહોતું પહેર્યું.

આ તસવીરો જોયા બાદ ફૅન્સ કમેન્ટસ કરી રહ્યાં છે કે, 'બધી સુચનાઓ અનુસરી. પરંતુ જે સૌથી મહત્વની હતી, સોશ્યલ ડિસટન્સિંગ એનું તો પાલન જ નથી કર્યું.' અન્ય એક યુઝરે કમેન્ટ કરી હતી કે, 'આ બહુ ખોટું છે અને સાથે જ તમારી આસપાસના લોકો માટે પણ જોખમી છે.'

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2020 04:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK