ખુલ્લા પગ, ઉઘાડું શરીર અને ધમધખતો તાપ

Published: Sep 04, 2020, 19:42 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

રામાયણના લવને આજેય શૂટિંગના દિવસો યાદ આવે ત્યારે ધ્રુજારી ચડી જાય છે

પેરિન માલદે
પેરિન માલદે

આનંદ સાગર નિર્મિત ‘રામાયણ’માં રામ-પુત્ર લવની ભૂમિકા ભજવનાર પેરિન માલદેને આજે પણ શૂટિંગના દિવસો યાદ આવે ત્યારે ધ્રુજારી ચડી જાય છે. શૂટિંગ દરમ્યાન લવ અને કુશ બનતાં બાળકોને મોટા ભાગે જંગલમાં જ રહેવાનું હતું અને જંગલમાં જ શૂટ કરવાનું હતું તો શરૂઆતના સમયે તો લવ-કુશનાં સાહસોની કથા પણ હતી એટલે બન્નેએ જંગલમાં ભાગદોડ પણ અઢળક કરવાની હતી. લવ બનતા પેરિને કહ્યું કે ‘શૂટિંગ વખતે મારી મમ્મી ભીનો ટૉવેલ લઈને જ બેસતી. જેવો શૉટ પૂરો થાય કે તરત મને ભીના ટૉવેલમાં લઈ લે. બહાર ગરમી ૪પથી ૪૭ ડિગ્રી જેટલી હતી. અમારા શરીર પર નામ પૂરતાં કપડાં હોય એટલે રીતસર ચામડી દાઝી જતી.’

ઉઘાડા પગ, શરીર ખુલ્લું, જંગલનો રસ્તો અને ધમધખતો તડકો. લવ બનતા પેરિનને અત્યારે પણ એ દિવસો યાદ આવે ત્યારે શરીરમાંથી લખલખું પસાર થઈ જાય છે પણ સાથોસાથ એ વાતની ખુશી પણ છે કે તેણે આ કામને નિષ્ઠાપૂર્વક નિભાવ્યું હતું. પેરિન કહે છે કે ‘અમે પથારીમાં સૂતા એટલે બીજી મિનિટે ઊંઘ આવી જતી. એ થાકની સીધી અસર હતી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK