સ્ટાર પ્લસ પર આવતા ‘યે જાદુ હૈ જીન કા’ સિરિયલમાં લોકોને તારાની વર્ષા જોવાનો અવસર મળવાનો છે. આ શોના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને કલાકારોના પર્ફોર્મન્સે લોકોને પ્રભાવિત કર્યા છે. શોમાં દેખાડવામાં આવતો ઉલ્કાપાત સૌને પોતાની તરફ આકર્ષિત કરશે. ખગોળીય ઘટનાના આધારે ઉત્તર ગોળાર્ધમાં હાલમાં ઉલ્કાપાત થઈ રહ્યો છે. એવામાં આ સિરિયલમાં પણ લોકોને આ જ ઘટના જોવા મળવાની છે. આ શો સોમવારથી શુક્રવારે રાતે સાડાઆઠ વાગ્યે સ્ટાર પ્લસ પર દેખાડવામાં આવે છે. શોના પ્રોડ્યુસર ગુલ ખાને કહ્યું હતું કે ‘આ આખી ટીમ માટે ખુશીની વાત છે, કારણ કે આ એક સુંદર સંયોગ છે કે ઉત્તર ગોળાર્ધમાં તારાની વર્ષા થઈ રહી છે. એ જ અનુભવ હવે અમારા દર્શકોને જોવા મળવાનો છે. અમે એ વાતને લઈને પણ ખુશ છીએ કે ‘યે જાદુ હૈ જીન કા’ સિરિયલ લોકોને પસંદ પડી રહી છે અને પૉપ્યુલરિટીમાં પણ એ શો આગળ છે.’
હેલ્લારો ફેમ નીલમ પંચાલે કર્યા હોવર બૉર્ડ પર ગરબા, જુઓ વીડિયો
25th January, 2021 21:10 ISTકુરબાન હુઆમાં દુલ્હનનો લુક યાદગાર રહેશે તાન્યા શર્મા માટે
25th January, 2021 15:47 ISTસ્ટોરી 9 મન્થ્સ કીના ટ્વિસ્ટ માટે રહો તૈયાર
25th January, 2021 15:44 IST'તારક મેહતા'ની અંજલી ભાભીએ આ રીતે ઉજવ્યો રિયલ પતિનો જન્મદિવસ,ફોટો વાયરલ
24th January, 2021 14:16 IST