પતિ પત્ની ઓર વોમાં પહેલીવાર રિયલ લૂકમાં દેખાશે ભૂમિ પેડણેકર

Published: Jun 25, 2019, 14:37 IST | મુંબઈ

બી ટાઉનની ટેલેન્ટેડ એક્ટ્રેસ ભૂમિ પેડણેકર પહેલીવાર પોતાના રિયલ લૂકમાં દેખાવા જઈ રહી છે. આજની જનરેશનની ટેલેન્ટેડ એક્ટ્રેસ ભૂમિ પેડણેકરે પોતે જાહેરાત કરી છે કે આગમી ફિલ્મમાં દર્શકોને તેને પહેલીવાર પોતાના ઓરિજિનલ લૂકમાં જોઈ શક્શે.

બી ટાઉનની ટેલેન્ટેડ એક્ટ્રેસ ભૂમિ પેડણેકર પહેલીવાર પોતાના રિયલ લૂકમાં દેખાવા જઈ રહી છે. આજની જનરેશનની ટેલેન્ટેડ એક્ટ્રેસ ભૂમિ પેડણેકરે પોતે જાહેરાત કરી છે કે આગમી ફિલ્મમાં દર્શકોને તેને પહેલીવાર પોતાના ઓરિજિનલ લૂકમાં જોઈ શક્શે. ઉલ્લેખનીય છે કે ભૂમિ પેડણેકર અત્યાર સુધી પોતાની દરેક ફિલ્મમાં પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જીતતી આવી છે. સાથે જ દરેક ફિલ્મમાં તે પોતાના પાત્રને એ હદે અપનાવી લે છે, કે તેને તેના પાત્રથી અલગ વિચારી જ ન શકાય. અત્યાર સુધીની દરેક ફિલ્મમાં ભૂમિ પેડણેકર જુદા જુદા ગેટઅપમાં દેખાઈ છે, ત્યારે હવે આગામી ફિલ્મમાં તે પહેલીવાર પોતાના રિયલ લૂકમાં દેખાશે.

આયુષ્માન ખુરાના સાથે દમ લગા કે હૈસા ફિલ્મથી ડેબ્યુ કરનારી ભૂમિ પેડણેકરે પોતાની પહેલી જ ફિલ્મથી એક્ટિંગથી ફેનબેઝ બનાવી લીધો હતો. આ ફિલ્મ માટે તેણે વજન વધાર્યું હતું. અને ઓવરવેઈટ મહિલાનો રોલ કરીને ડેબ્યુ કર્યો હતો. બીજી ફિલ્મ ટોઈલેટ એક પ્રેમકથામાં ભૂમિ પેડણેકર એક એવી યુવતી જયાનો રોલ કર્યો હતો, જે નાના ગામમાંથી આવે છે, પરંતુ પ્રોગ્રેસિવ યંગ લેડી છે. આ ફિલ્મમાં પણ એક્ટિંગ માટે ભૂમિ પેડણેકરને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. શુભ મંગલ સાવધાન જેવી રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં તેણે સુગંધા નામની યુવતીનું પાત્ર ભજવ્યું હતું.

bhumi pednekar

એટલું જ નહીં ભૂમિ પેડણેકર લસ્ટ સ્ટોરીઝ નામની વેબ સિરીઝમાં પણ કામ કરી ચૂકી છે, ઝોયા અખ્તરે ડિરેક્ટ કરેલી લસ્ટ સ્ટોરીની એક શોર્ટ સ્ટોરીમાં ભૂમિ પેડણેકરે એક નોકરાણીનો રોલ પ્લે કર્યો હતો. બાદમાં ચંબલના ડાકુઓ પર બનેલી ફિલ્મ સોન ચિરિયામાં ભૂમિ પેડણે કર 70ના દાયકાની ગામની મહિલાનું પાત્ર ભજવ્યું હતું, જેમાં ભૂમિ સાવ સાદા ગેટઅપમાં દેખાઈ હતી. હવે હાલ અભિનેત્રી અનુરાગ કશ્યપની સાંડકી આંખનું શૂટિંગ કરી રહી છે. જેમાં તે વિશ્વની સૌતી વૃદ્ધ શાર્પ શૂટરનો રોલ કરી રહી છે. આ તમામ પાત્રો પર નજર નાખીએ તો ભૂમિએ પોતાની ટૂંકી કરિયરમાં જુદા જુદા ગેટ અપ અને સાવ અલગ પાત્રો ભજવ્યા છે. જો કે હવે ફાઈનલી ભૂમિને પોતાની રિયલ એજની નજીકનું પાત્ર મળ્યું છે.

આ પણ વાંચોઃ સાઈ બર્વેઃરિયલ લાઈફમાં આટલી મોડર્ન છે 'લક્ષ્મી સદૈવ મંગલમ્'ની સાડી ગર્લ

ભૂમિ પેડણેકરે પોતાના રોલ વિશે વાત કરતા કહ્યું,'પતિ પત્ની ઓર વોનું પાત્ર એવું છે, જેવી હું રિયલ લાઈફમાં છું. આ પાત્ર કોન્ફિડન્ટ છે. આ પાત્ર પાસે એવી એનર્જી છે, જે તમને ટેકો કરે છે. જેની લોકો પર અસર પડે છે. તે યુવાન છે, તેને પોતાની આશાઓ છે, તેના મોટા સપના છે. આ બધું જ મારામાં પણ છે. એટલે દર્શકો મને પહેલીવાર હું જેવી છું તેવી જ જોશે.'ૉ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK